VADODARA : તાંદલજાના તહુરા ગાર્ડનમાં અચાનક લાઇટો ગુલ થતા સહેલાણીઓમાં રોષ

0
13
meetarticle

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર તાંદલજા ખાતે આવેલા તહુરા ગાર્ડનમાં ગઈ રાત્રે અચાનક લાઇટો ગુલ થઈ ગઈ હતી. પરિણામે બગીચામાં વોકિંગ કરતા મહિલાઓ સહિત વૃદ્ધો અને બગીચામાં રમતી યુવતીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. વારંવાર જાણ કરવા છતાં કોઈ જવાબદાર વ્યક્તિ દ્વારા કોઈ ચોક્કસ જવાબ આપવામાં નહીં આવતો હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, લઘુમતી વિસ્તાર તાંદળજા ખાતે સ્થાનિકોની સુખ સગવડ માટે તંત્ર દ્વારા બગીચો બનાવાયો છે. તહુરા ગાર્ડનમાં આસપાસના નાના ભૂલકાઓ પોતપોતાના સંતાનો સાથે માતા-પિતા રખેવાળી માટે આવતા હોય છે. ઉપરાંત યુવા યુવતીઓ સહિત મહિલાઓ અને વૃદ્ધો પણ વોકિંગ માટે નિયમિતપણે આવે છે.

ગઈ રાત્રે આ બગીચામાં ચારે બાજુએ અંધારામાં કોઈને તકલીફ ન પડે માટે લાઈટો પણ ગોઠવવામાં આવી છે. પરંતુ ગઈ રાત્રે અંધારા વખતે અચાનક લાઇટો એકાએક બંધ થઈ ગઈ હતી. થોડી રાહ જોયા બાદ વારંવાર ફોન કરવા છતાં પણ ફરજ પરના કોઈપણ વ્યક્તિએ ફોન ઉપાડવાની પણ તસદી લીધી ન હતી. જોકે લાઈટો અચાનક ભૂલ થઈ જવાથી નાના ભૂલકાઓ સહિત બાલગોપાલ એકદમ ગભરાઈ ગયા હતા તથા ઇવનિંગ વોકમાં આવેલા વૃદ્ધો અને મહિલાઓ ને બગીચામાં ચાલવાની ભારે તકલીફ સર્જાઇ હતી. વારંવાર ફોન કરવા છતાં પણ કોઈ પ્રત્યુતર નહીં મળતા સહેલાણીઓમાં ભારે રોષ વ્યાપ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here