VADODARA : તેનતલાવ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા પાંચથી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા

0
64
meetarticle

ડભોઈ તાલુકાના તેનતલાવ ગામ પાસેથી પસાર થતી ડભોઈ-એકતાનગર બ્રોડગેજ રેલવે લાઇન નીચે બનેલાગરનાળામાં ગતરોજ પડેલા ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. આ ગરનાળું પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ભરાઈ જતાં આસપાસના પાંચથી છ ગામોના લોકોની અવરજવર ખોરવાઈ ગઈ છે. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ તાત્કાલિક ધોરણે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.


​અસરગ્રસ્ત ગામો અને લોકોની હાલાકી ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે માનપુરા, ઓરડી, રાજપુરા, લીંબડી વસાહત, ગુમાનપુરા અને સનોર જેવા ગામોના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગામોના લોકો જેઓ ધંધા-વ્યવસાય અર્થે, નોકરી માટે અથવા શાળાએ જવા માટે નિયમિતપણે ડભોઈ-વડોદરા તરફ આવન-જાવન કરે છે, તેઓ અટવાઈ પડ્યા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને શ્રમજીવી વર્ગને સૌથી વધુ હાલાકી વેઠવી પડી રહી છે.


​કાયમી ઉકેલની માંગ આ કોઈ પહેલી ઘટના નથી. બ્રોડગેજ રેલવે લાઈન બન્યા બાદ ચોમાસાની દરેક ઋતુમાં આ ગરનાળું વરસાદી પાણીથી ભરાઈ જાય છે, જેના કારણે સ્થાનિકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વારંવારની આ સમસ્યાથી ત્રસ્ત થયેલા ગ્રામજનોએ રેલવે તંત્ર અને સંબંધિત સત્તાધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો છે. લોકોની મુખ્ય માંગ એ છે કે આ ગરનાળામાંથી પાણીના નિકાલ માટે કાયમી અને સચોટ વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ઉભી ન થાય આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે સ્થાનિક આગેવાનોએ પણ તંત્રને રજૂઆત કરી છે, જેથી લોકોની હાલાકી ઓછી થઈ શકે.

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here