શ્રી સંદિપસિંહ, પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા વિભાગ, વડોદરા નાઓએ વડોદરા ગ્રામ્ય જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે દારૂ-જુગારની તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી જરૂરી કાર્યવાહી કરવા માટે જીલ્લાના તમામ અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપેલ. અંતર્ગત શ્રી સુશિલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓ દ્વારા “ઓપરેશન પરાક્રમ” હેઠળ જીલ્લાના ગુનેગારો જેવા કે, બુટલેગર્સ, માદક પદાર્થ/ડ્રગ્સનો ધંધો કરતા ગુનેગારો તેમજ જુના ગુનામાં નાસતા-ફરતા ગુનેગારો, જુગારીઓ તેમજ અલગ-અલગ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે જોડાયેલા ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જે આધારે શ્રી આકાશ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ ડીવીઝન, ડભોઈ નાઓએ ઓપરેશન પરાક્રમ અંતર્ગત વધુમાં વધુ કામગીરી કરવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ. ઓપરેશન પરાક્રમ અંતર્ગત આજરોજ કે.જે.ઝાલા, પોલીસ ઇન્સ્પેકટરશ્રી, ડભોઇ પોલીસ સ્ટેશન નાઓને બાતમીદારથી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, “એક વાદળી કલરની કીયા કંપનીની સોનેટ ગાડી રજી.નં MH-04-LM-2347 મા એક ઇસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી સાધલી બાજુથી લીંગસ્થળી થઇ કારવણ તરફ જનાર છે.”જે હકિકત આધારે પોલીસની એક ટીમ કારવણ લીંગસ્થળી ચોકડી ખાતે સદરી ગાડીની વોચમાં હતા. તે દરમ્યાન થોડીવાર પછી ઉપરોકત વર્ણનવાળી વાદળી કલરની કીયા કંપનીની સોનેટ ગાડી રજી.નં MH-04-LM-2347 ની લીંગસ્થળી ગામ તરફના રોડ ઉપર આવતા જણાતા તેને રોડ ઉપર રોકવા સારુ બેટરીની લાઇટથી સાઇડમા લેવા ઇશારો કરતા સદર સોનેટ ગાડીના ચાલકે પોતાની ગાડી ઉભી રાખેલ નહી કારવણ ગામ તરફના રોડ ઉપર હંકારી મુકેલ જેથી પોલીસ સ્ટાફના માણસો તથા પંચોના માણસો સાથે ખાનગી વાહનોથી તેનો પીછો કરી ઝડપી પાડી ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ કુલનંગ 2088 જેની કિંમત 5,09,976. એક નંગ મોબાઈલ 5000 તેમજ ગાડી ની કિંમત 8 લાખ કુલ મળી ₹13 લાખ 14,976 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી…
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

