VADODARA : ભૂતપૂર્વ સૈનિકોને રોજગાર આપવાની દિશામાં પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય

0
6
meetarticle

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગના પરિચાલન વિભાગ દ્વારા આર્મી વેલફેર પ્લેસમેન્ટ ઓર્ગેનાઇઝેશન (AWPO), અમદાવાદ સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ વડોદરા વિભાગમાં ભૂતપૂર્વ સૈનિકોને પોઇન્ટ્સમેન તરીકે નિયુક્ત કરવામાં આવશે.

આ પહેલથી એક તરફ રેલવેના પરિચાલનમાં સુરક્ષા અને કાર્યક્ષમતામાં વધારો થશે, તો બીજી તરફ દેશસેવામાં જીવન સમર્પિત કરનાર ભૂતપૂર્વ સૈનિકોને સન્માનજનક દ્વિતીય કારકિર્દીની તક મળશે.

સમજૂતી કરાર પર હસ્તાક્ષર પ્રસંગે વરિષ્ઠ મંડળ પરિચાલન વ્યવસ્થાપક રિની, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી તેજરામ મીના તેમજ આર્મી વેલફેર પ્લેસમેન્ટ ઓર્ગેનાઇઝેશન (AWPO- ADI)ના ડિરેક્ટરની હાજરી રહી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here