લગ્ન પ્રસંગમાં ફોટા પડાવતા સમયે નજીકમાં મૂકેલા બે પર્સ ચોર લઇ ગયો હતો. જેમાં ૭૦ હજારની કિંમતના બે મોબાઇલ ફોન હતા.

માંજલપુર અવધૂત ફાટક પાસે ખોડલ નગરમાં રહેતા પ્રીતિબેન પ્રતીતભાઇ વ્યાસ કારેલીબાગની એક ડેન્ટલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નોકરી કરે છે. ગત ૨૧ મી નવેમ્બરે તેમના ભાઇનો લગ્ન પ્રસંગ માંજલપુર સરસ્વતી ચાર રસ્તા પાસે વિનાયક પાર્ટી પ્લોટમાં હતો. બપોરે બે વાગ્યે સગા સંબંધીઓ ફોટા પડાવતા હતા. પ્રીતિબેન તથા તેમની માતાએ પર્સ નજીકમાં મૂક્યા હતા. ફોટા પડાવ્યા પછી તેમણે જોયું તો બંને પર્સ ચોરાઇ ગયા હતા. જે પર્સમાં બે મોબાઇલ ફોન હતા.

