વડોદરા શહેરના લાલબાગ વિસ્તારમાં વેચાણ માટે રાખેલા ગાંજાના જથ્થા સાથે એક શખ્સને નવાપુરા પોલીસે ઝડપી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

લાલબાગ વિસ્તારના કુંભારવાડા બાલવાડી પાસે એક વ્યક્તિ પાસે ગાંજો હોવાની ચોક્કસ માહિતી પોલીસને મળતાં કાર્યવાહી કરવામાં આવી હતી. માહિતીના આધારે સ્થળ પર દરોડો પાડીને જગદીશ જુગેશ (રહે—નવગ્રહ મંદિર, પ્રતાપનગર રોડ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસે રૂ. 6,227 કિંમતનો કુલ 124.54 ગ્રામ વજનનો ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ડભોઇ રોડ વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિ પાસેથી વેચાણ હેતુસર ગાંજાનો જથ્થો મેળવ્યો હોવાની કબૂલાત કરી હતી. નવાપુરા પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ કેસ દાખલ કરી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

