વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આજે ડભોઈ ખાતે રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આજે રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા આયોજીત નમો કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજય ભર માં આ ડ્રાઇવ અંતર્ગત બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. જેના માટે નમો કે નામ રક્તદાન એપ મારફતે કર્મચારીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.જે અંતર્ગત આજરોજ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે બ્લડ ડોનેશન નું આયોજન કરવામાં આવ્યું હતું.ડભોઈ પ્રાથમિક ,માધ્યમિક,અને આચાર્ય સંઘ ના શિક્ષકો, હોમગાર્ડ જવાનો તથા એસ.ટી.વિભાગ ના કર્મચારીઓ,રેવન્યુ તલાટી સહિત વિવિધ મંડળ ના કર્મચારીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી રકતદાન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ થયેલ ઓપરેશન સિંદૂરની સફળતાને પગલે વડાપ્રધાનના જન્મદિને મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ કલેક્ટ કરીને જરૂરીયાતમંદોને મદદરૂપ થવાના આશયથી આ સમગ્ર કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

