વાઘોડિયા નગરની જી આઇ ડી સી ખાતે આવેલ એલ્યુ કાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની નોકરી કરતી ભગવતીબેન જીતેન્દ્રભાઈ પરમાર કે જેઓ કંપની ની માલ માલવાહક લિફ્ટ માં અજાણતા થી બેસવા જતા અચાનક ફસાઈ જતાં તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા નજીક ની ખાનગી હોસ્પિટલમાં ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ જ્યાં ટુંકી સારવાર દરમિયાન ભગવતીબેન પરમાર નું મૃત્યુ નિપજ્યું હતું

મોતની જાણ થતાં મૃતક ભગવતીબેન ના પરીવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવેલ ઘટના નાં પગલે કંપનીના માલિક પણ હોસ્પિટલ ખાતે હાજર રહ્યા હતા આ ઘટના ના પગલે કંપનીના માલિક અને મૃતક ના પરીવારજનો વચ્ચે વળતર અંગે ની ચચૉઓ ચાલતી હતી તે દરમિયાન વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધમેન્દ્ર સિંહ વાઘેલા ને જાણ થતાં તેઓ પણ આવી પહોંચતા મૃતક દિકરી ના પરીવારજનો ને સહાય મળી રહે તે હેતુથી મધ્યસ્થ બનીને દિકરી ના પરીવારજનો ને કંપની ના માલિક દ્વારા રૂપિયા દશ લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો
REPOTER : કિશન રોહિડા વાઘોડિયા
