સમા વિસ્તારમાં ડ્રાઇવિંગ કરતા એક યુવકે ૧૫ વર્ષીય સગીરાને ફોસલાવી શારીરિક સબંધો બાંધતા તે ગર્ભવતી બની છે.જેથી પોલીસ ફરિયાદ થતાં આરોપી ફરાર થઇ ગયો છે.

સમા વિસ્તારમાં બનેલા બનાવ અંગે પોલીસે કહ્યું છે કે,ડ્રાઇવિંગ કરતા ૩૦ વર્ષના જીતેન્દ્રસિંહ અર્જુનસિંહ ઝાલા છેલ્લા એક વર્ષથી સગીરા સાથે વાતચીત કરતો હતો.તેણે સગીરાને લાલચ આપી અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો.
સગીરા પ્રેગનન્ટ બનતાં અને છ મહિનાનો ગર્ભ થતાં તેના પરિવારજનો ચિંતીત બન્યા હતા.આખરે બનાવ અંગે સમા પોલીસ સ્ટેશને ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી ફરાર થયેલા આરોપીને શોધવા દોડધામ શરૃ કરી છે.
ઉપરોક્ત બનાવમાં એટ્રોસિટી એક્ટની પણ કલમો ઉમેરવામાં આવી છે અને એસસી એસટી સેલના એસીપીને તપાસ સોંપવામાં આવી છે.પોલીસ દ્વારા સગીરાના પરિવારજનોના નિવેદનો પણ લેવામાં આવ્યા છે અને સગીરાનો મેડિકલ ટેસ્ટ પણ કરાવવાની તજવીજ કરવામાં આવી છે.

