VADODARA : સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુકત ગુજરાતના અભિયાન અંતર્ગત ડભોઈ નગર ખાતે આગામી તા 10 નવેમ્બર થી 11 ડિસેમ્બર સુધી એક માસની શિબિરનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે

0
55
meetarticle

રાજય સરકાર દ્વારા રાજયના નાગરિકોને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુકત રાખવા ’સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત‘ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે.
રાજય સરકારના આ સંકલ્પને સાકાર કરવા અને આ અભિયાનને આગળ વધારવા ગુજરાત રાજયયોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં શિબીરોના આયોજન થઈ રહ્યા છે


આવા પરિણામલક્ષી કેમ્પનું આયોજન આગામી 10 નવેમ્બર થી 11 ડિસેમ્બર સવારે 7:30 થી 9:00 કલાક દરમિયાન એક માસ સુધી ડભોઇના સેવાસદન ખાતે યોજનાર છે ત્યારે આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે હેતુ આજરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડીનેટર ઇન્દ્રજીતસિંહ પરમાર, કોચ અર્ચનાપાંડે, સિનિયર યોગા ટીચર ગૌરી ભટ્ટ સાથે યોગ બોર્ડના માન્ય શિક્ષકો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરી આ શિબિર થી થનારા શારીરિક લાભ અંગેની વિસ્તાર પૂર્વકની સમજણ આપીને રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા શરૂ કરાઈ છે મેદસ્વિતા મુક્ત અભિયાન શિબિરમાં જોડાવવા ઈચ્છતા ડભોઇ નગર અને તાલુકાના નાગરિકો દર્શાવેલા મો-નંબર 9408341410-7359720003-7874093005 પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવી શિબિર નો લાભ લઈ શકશે

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here