VADODARA : અંધારામાં ડૂબેલો SOU રોડ ડભોઇની શોભા બગાડતી બંધ સ્ટ્રીટ લાઈટો, અકસ્માતનો ભય

0
44
meetarticle

​ડભોઇ નગરપાલિકાની બેદરકારીનો ભોગ શિનોર ચોકડીથી જૂની આંબેડકર છાત્રાલય સુધીના મુખ્ય માર્ગ પર અડધો-અડધ લાઇટો બંધ, જનતામાં રોષ ડભોઇ: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (SOU) તરફ જતો અને ડભોઇ શહેરની શોભા વધારતો મુખ્ય માર્ગ હાલ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે અંધારપટમાં ડૂબી ગયો છે.

શિનોર ચોકડીથી જૂની આંબેડકર છાત્રાલય સુધીના આ મહત્વપૂર્ણ રોડ પર રાત્રિના સમયે અડધી સ્ટ્રીટ લાઈટો સળગે છે, જ્યારે બાકીની અડધી લાઇટો બંધ હાલતમાં છે.અકસ્માતનો ભય અને વોકિંગ કરતા લોકોને મુશ્કેલીઆ માર્ગ માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી જનારા પ્રવાસીઓ માટે જ નહીં, પરંતુ ડભોઇના સ્થાનિક નાગરિકો માટે પણ અવરજવરનો મુખ્ય રસ્તો છે.વાહનચાલકો મુશ્કેલીમાં: રોડ પરના ગાઢ અંધારાને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રાત્રિના સમયે આ અંધારપટ અકસ્માતોનું મુખ્ય કારણ બની રહ્યો છે, જેના કારણે જીવનું જોખમ પણ વધ્યું છે.વોકિંગ કરનારા નિરાશ: હાલ શિયાળાની મોસમ હોવાથી અનેક લોકો આ રોડ પર વોકિંગ કરવા માટે આવતા હોય છે, પરંતુ લાઇટો બંધ હોવાથી અંધારાના ડરને કારણે લોકોએ વોકિંગ માટે આવવાનું પણ બંધ કરી દીધું છે.નગરપાલિકા આંખ આડા કાન કરે છેસ્થાનિકોના જણાવ્યા અનુસાર, ડભોઇ નગરપાલિકાની સ્પષ્ટ બેદરકારીના કારણે આ લાઇટો લાંબા સમયથી બંધ હાલતમાં છે. આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા માર્ગની આવી સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવતા નથી, જે એક ચિંતાનો વિષય છે. ડભોઇની શોભા વધારવાને બદલે આ અંધારપટ શહેરની છબીને ખરડી રહ્યો છે.વહેલી તકે લાઇટો ચાલુ કરવા માંગ
​સમગ્ર મામલે સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે ડભોઇ નગરપાલિકા પાસે વહેલી તકે યુદ્ધના ધોરણે આ બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવાની માંગ કરી છે, જેથી SOU માર્ગ પર અવરજવર કરતા લોકોને રાહત મળે અને અકસ્માતનો ભય ટાળી શકાય.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here