VADODARA : આજના આધુનિક યુગમાં વર્ષો જૂની પરંપરા હજુ પણ ડભોઇ શહેર ના પુંજીપા પાર્ક શેરી ગરબા ની રમઝટ અકબંધ

0
91
meetarticle

આજના આધુનિક યુગમાં વર્ષો જૂની પરંપરા જાણે હવે લુપ્ત થવા લાગી છે,ત્યારે હજુ પણ ડભોઇ શહેર ના પુંજીપા પાર્ક શેરી ગરબા ની રમઝટ અકબંધ છે.વર્ષો પહેલા ઘર બહાર માતાજીની માટલી મૂકી પારંપરિક રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવતી હતી

ત્યારે આજના આધુનિક સમયમાં લોકો વિશાળ મેદાન,પાર્ટી પ્લોટ,માં લાખો માં ખર્ચે નવરાત્રી નું આયોજન કરી ઉજવણી કરતા થયા છે ત્યારે વર્ષો જૂની આપણી વિસરાતી પરંપરા વચ્ચે ડભોઇ ના પૂંજીબા પાર્ક વિસ્તાર માં હજુ પણ વર્ષો જૂની પરંપરા મુજબ જ માતાજી ના ગરબા રમવામાં આવે છે, આ વિસ્તારો માં નવરાત્રિના નવ દિવસ પારંપારિક માતાજીના ગરબા રમવામાં આવે છે,ફળિયા ના ઘરો બહાર માતાજી ની માટલી મૂકી ગરબા રમવામાં આવે છે વિસ્તાર ના તમામ લોકો એકત્ર થઈ નવ દિવસ નવરાત્રિના પર્વની પારંપરિક ગરબા રમી ઉજવણી કરે છે.આ પ્રસંગે શેરી ગરબા નો માહોલ કઈક અલગ જ હોય છે,

નવરાત્રિના દિવસો માં શેરી ને શણગારવા માં આવે છે,ખેલૈયાઓ માટે નાસ્તાથી લઈ તમામ પ્રકારની સુવિધાઓ પણ કરવામાં આવે છે,શેરી ગરબા ના નવ દિવસ ખેલૈયાઓ ભારે ઉત્સાહ સાથે ગરબા રમી નવરાત્રિના પર્વની ઉજવણી કરે છે,જૂની પરંપરા મુજબ રમાતા ગરબા દિવસે ને દિવસે લુપ્ત થતાં જઈ રહ્યા છે ત્યારે આ આધુનિક યુગમાં પણ પુંજીબા પાર્ક વિસ્તાર ના લોકોએ આ વર્ષો જૂની પરંપરાને હજુ પણ જાળવી રાખી છે અને આગામી સમય માં પણ આ પરંપરાને જીવંત રાખશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here