વાઘોડિયા તાલુકાના નિમેટા ગામ નજીક આજવા રોડ થી તરફ જતી પીક અપ ગાડી નું એકાએક ટાયર પંચર થ ઇ જતાં બાર જેટલા મજુરો ભરેલા પિક અપ રોડ ની બાજુ ના ખાડા પલટી મારી જતાં ગાડી માં સવાર મજુરો ની એકાએક બુમરાણ ચીસાચીસ થી ગામ ના લોકો અને રસ્તે ચાલતા રાહદારીઓ ઉભા થઇ જતાં ઇજાગ્રસ્તો ને એસ એસ જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા

જ્યાં સામાન્ય ઇજાઓ પહોંચતા સૌને ટુંકી સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી મળતી માહિતી મુજબ જરોદ પાસે નાં લિલોરા ગામ ના શ્રમજીવીઓ મજુરી અર્થે વડોદરા તરફ જી જે 06 બી એકસ 8923 નંબર ની પીક અપ ગાડી છોટા હાથી ટેમ્પો માં બેસી ને નિકળ્યા હતા આજવા થી વાયાં નિમેટા વડોદરા તરફ ના માગૅ પર એકાએક ગાડી નું ટાયર પંચર થતાં ટાયર બેસી જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડ ની બાજુ માં ખાડા ખાબક્યો હતો સદનસીબે ટેમ્પો માં બાર જેટલા મજુરો ને સામાન્ય ઇજાઓ પહોંચતા એસ એસ જી હોસ્પિટલ ખાતે ટુંકી સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી અકસ્માત ની ઘટના ની જાણ વાઘોડિયા પોલીસ ને થતાં ઘટનાસ્થળે ઘસી જ ઇ ને આગળ કાર્યવાહી હાથ ધરી છે
REPOTER : કિશન રોહિડા વાઘોડિયા

