VADODARA : આવતીકાલે મહાઅષ્ટમીએ કારેલીબાગમાં રાત્રે 25,000 દીવડાની સમૂહ આરતી

0
63
meetarticle

 વડોદરામાં નવરાત્રી મહોત્સવ દરમિયાન તારીખ 30ના રોજ મહાઅષ્ટમી હોવાથી કારેલીબાગ સમૂહ ગરબા મહોત્સવમાં રાત્રે 11 વાગ્યે 25,000 દીવડાની સમૂહ આરતીનું આયોજન કરાયું છે.

કારેલીબાગ સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ એસોસિએશનના પ્રમુખ મનોજ પટેલના કહેવા મુજબ એસોસિએશન દ્વારા સમૂહ ગરબા મહોત્સવનું આયોજન કારેલીબાગના અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે છેલ્લા 31 વર્ષથી કરવામાં આવે છે. છેલ્લા 11 વર્ષથી દર મહાઅષ્ટમીએ મા આદ્યશક્તિની 25000 દિવડાની સમૂહ આરતી કરવામાં આવે છે, આ પરંપરા અનુસાર આવતીકાલે પણ સમૂહ આરતી રાખવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here