VADODARA : એક બે નહીં પણ 20મી વખત પરીક્ષા આપી અને સીએની ડિગ્રી મેળવી

0
16
meetarticle

દ્રઢ ઈચ્છાશક્તિ અને મહેનતની સામે પહાડ જેવા પડકારો પણ વામણા સાબિત થતા હોય છે. વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતા વંદના આહુજાએ આ વાત સાચી પાડી છે. આજે જાહેર થયેલા સીએના પરિણામમાં વંદના આહુજાએ એક, બે નહીં પણ 20માં પ્રયત્ને સીએની ડિગ્રી પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.

વંદના કહે છે કે, મારી વય અત્યારે 33 વર્ષની છે. હું 2016થી સીએની ફાઈનલ પરીક્ષા આપી રહી હતી. પિતા ફ્રુટની લારી ચલાવે છે એટલે પરિવારને મદદ કરવા માટે નોકરી પણ કરતી હતી. ક્યારેક બે માર્ક માટે તો ક્યારેક નોકરી પરથી રજા નહીં મળતી હોવાથી પૂરતી તૈયારીના અભાવે પરીક્ષા પાસ કરી શકતી નહોતી પણ મારી માતા મારો સૌથી મોટો પ્રેરણાસ્ત્રોત છે. તે મને હંમેશા કહેતી કે, ગમે તે થાય તારે સીએની ડિગ્રી મેળવવાની છે. મારે તને સીએ બનતી જોવી છે. જેના કારણે મેં મારી મહેનત ચાલુ રાખી હતી.વંદના કહે છે કે, સોશિયલ મીડિયા પર મારી પ્રોફાઈલ જોઈને પણ નાસીપાસ થયેલા ઘણા લોકો ભણવાનું ચાલું રાખવા માટે પ્રેરિત થયા છે. આમાંથી કેટલાકને મેં માર્ગદર્શન પણ આપ્યું છે. હું તેમને કહેતી હતી કે જે કામ કરવાની ઈચ્છા ના થાય અને તેમ છતા કરીએ તે જ સ્વયંશિસ્ત છે. તમે ભણવાનું પડતું મૂકશો તો તમારી જગ્યા બીજું કોઈ લઈ લેશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here