VADODARA : એપસ્ટિન ફાઈલો મુદ્દે મહિલા કોંગ્રેસનો વિરોધ, કાર્યકરોની અટકાયત

0
33
meetarticle

વડોદરા શહેર મહિલા કોંગ્રેસ દ્વારા એપસ્ટિન ફાઇલ મુદ્દે આજે ફતેગંજ વિસ્તારમાં કાળા કપડાં પહેરી વિરોધ પ્રદર્શન કરાયું હતું.

આ દરમિયાન મહિલા કાર્યકરોએ કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીના રાજીનામાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે, જાતીય શોષણના ગુનેગારને મળવા અંગે એપસ્ટીન ફાઇલમાં મંત્રીનું નામ આવતાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અન્ય દેશોમાં આ કેસમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી થઈ રહી છે ત્યારે આ મામલે સ્પષ્ટતા આપવાની જવાબદારી મંત્રીની છે.

જો મંત્રી આરોપોની યોગ્ય સ્પષ્ટતા આપી શકતા ન હોય તો તેમણે નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. પોલીસે સ્થળ પર પહોંચી વિરોધ કરી રહેલી મહિલાકાર્યકરોની અટકાયત કરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here