VADODARA : એફઆરસીએ 1900 સ્કૂલોના એફિડેવિટ અને 96 સ્કૂલોની ફી મંજૂર કરી

0
33
meetarticle

વડોદરા ઝોનની ફી રેગ્યુલેશન કમિટિએ ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષમાં ૧૯૦૦ સ્કૂલોના એફિડેવિટને મંજૂરી આપવાની સાથે સાથે ૯૬ સ્કૂલોની ફીની દરખાસ્તની સુનાવણી પૂરી કરીને આ સ્કૂલોની ફી પણ મંજૂર કરી દીધી છે.આમ ૨૦૨૫-૨૬ના વર્ષ માટે હવે એક પણ સ્કૂલની ફી મંજૂર કરવાની બાકી રહેતી નથી.

એફઆરસીના સૂત્રોએ કહ્યું હતું કે, વડોદરા ઝોન હેઠળ આવતા વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને છોટાઉદેપુરમાંથી ફી વધારા માટે ૯૬ દરખાસ્તો આવી હતી.આ તમામ સ્કૂલોની ફી નક્કી કરી દેવામાં આવી છે.આ પૈકી ૫૭ સ્કૂલોએ નક્કી કરેલી ફી સામે અપીલ કરી હતી. આ સ્કૂલોની ફી રિવ્યૂ કરવાની કામગીરી પણ પૂરી થઈ ગઈ છે.આમ કોઈ સ્કૂલ ફી નક્કી કરવાની બાકી હોવાનો દાવો વાલીઓ સમક્ષ કરી શકે તેમ નથી.આ સ્કૂલોની ફી ત્રણ વર્ષ સુધી અમલમાં રહેશે.તેની સાથે સાથે સરકારની મર્યાદામાં ફી લેતી ૧૯૦૦ સ્કૂલોના એફિડેવિટ પણ મંજૂર કરવામાં આવ્યા છે.તા.૧૫ જાન્યુઆરી બાદ એફઆરસી દ્વારા ૨૦૨૬-૨૭ના શૈક્ષણિક વર્ષ માટેની ફી નક્કી કરવાની કાર્યવાહી શરુ કરાશે.આ વર્ષ માટે ૪૨ સ્કૂલોની ફી ની દરખાસ્ત મળી છે.૧૯૦૦ જેટલી સ્કૂલોએ એફિડેવિટ રજૂ કર્યા છે.

કયા જિલ્લાની કેટલી સ્કૂલોએ દરખાસ્ત કરી હતી

વડોદરા ૫૧

ખેડા ૨૨

આણંદ ૧૮

પંચમહા લ ૨

દાહોદ ૨

મહિસાગર ૧

વડોદરામાં ૬ સ્કૂલોની ફી એક થી દોઢ લાખની વચ્ચે

ખાનગી સ્કૂલોનું શિક્ષણ દિવસે ને દિવસે ખર્ચાળ બની રહ્યું છે.જાણવા મળતી વિગતો પ્રમાણે વડોદરામાં ૬ જેટલી સ્કૂલો એવી છે જેની ફી એફઆરસીએ મંજૂર કર્યા બાદ પણ એક થી દોઢ લાખની વચ્ચે છે.૪૦ થી વધારે સ્કૂલો એવી છે જે જેની ફી ૪૦૦૦૦ થી ૬૦૦૦૦ની વચ્ચે છે.

૨૦૨૪-૨૫માં કેટલી સ્કૂલોની ફી મંજૂર થઈ

વડોદરા ૧૬૪

ખેડા ૨૮

આણંદ ૧૬

દાહોદ ૧૨

મહિસાગર ૧૧

પંચમહાલ ૨૮

છોટાઉદેપુર ૨

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here