વડોદરાની વિશ્વ વિખ્યાત એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સ ખાતે શનિવારે ગંભીર સુરક્ષા ઘટના બની છે. વિદ્યાર્થીઓ એ યુનિવર્સિટી તંત્ર સામે સુરક્ષા વધારવાની માંગ કરી છે.
વડોદરાની વિશ્વ વિખ્યાત એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સ ખાતે શનિવારે ગંભીર સુરક્ષા ઘટના બની છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના મહિલા કાર્યકરો વિદ્યાર્થીનીઓ બપોરના સમયે કેન્ટીનમાં બેઠાં હતા, ત્યારે બહારથી આવેલા ત્રણ યુવાનોમાંની એકે એક વિદ્યાર્થીનીની છેડતી કરી. ઘટના બાદ અન્ય વિદ્યાર્થીઓએ તાત્કાલિક રિયેક્ટ કરી એક યુવાનને પકડી સયાજીગંજ પોલીસને હવાલે કર્યો જ્યારે બાકીના બે યુવાન સ્થળેથી ભાગી ગયા.

હાજર વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે કેન્ટીનમાં બેઠા સમયે કેટલાક અસામાજિક તત્વો આગળ આવીને તેમની ઉપર સતત નજર રાખતા હતા. સુરક્ષિત રહેવા માટે તેમણે પોતાની જગ્યા બદલવી પડેલી. આ દરમિયાન એ યુવાનોએ એક વિદ્યાર્થીનીને ધક્કો મારતા તેનો મોબાઇલ પડી ગયો હતો આ બનાવ દરમિયાન વિજિલન્સ અને સિક્યૉરિટી સ્ટાફ દ્વારા કોઇ ચકાસણી કરવામાં આવી ન હોવાને લઈને વિદ્યાર્થીઓમાં રોષ છે.
ABVPના અન્ય કાર્યકરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને એક યુવાનને પકડી પોલીસના હવાલે કર્યો. વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યો છે કે વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા ખતરામાં છે

