VADODARA : એમ.એસ.યુનિ.ના 498 કરોડના બજેટને એક્ઝિક્યુટિવ કાઉન્સિલે મંજૂરી આપી

0
17
meetarticle

એમ.એસ.યુનિવર્સિટીનું ૨૦૨૬-૨૭ના શૈક્ષણિક  વર્ષ માટેનું ૪૯૮ કરોડ રુપિયાનું બજેટ એક્ઝિક્યુટિવ કાઉન્સિલે મંજૂર કરી દીધું છે.હવે આ બજેટ અંતિમ મંજૂરી માટે આ મહિનાના અંતમાં મળનારી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં મૂકાશે.

યુનિવર્સિટી સૂત્રોના કહેવા પ્રમાણે ગત નાણાકીય વર્ષ દરમિયાન યુનિવર્સિટીનું બજેટ ૪૫૦ કરોડ રુપિયાની આસપાસનું હતું.આ વખતે તેમાં ૫૦ કરોડ રુપિયા જેટલો વધારો થયો છે.જોકે ૪૯૮ કરોડ રુપિયાનું બજેટ પ્રોવિઝનલ છે. જો સરકારે મંજૂર કરેલી અધ્યાપકોની ૫૮૦ જેટલી ખાલી જગ્યાઓ અને કર્મચારીઓની ૮૦૦ જેટલી ખાલી જગ્યાઓ ભરવામાં આવે તો તેમના પગારનો ખર્ચ વધવાથી બજેટ ૪૯૮ કરોડ રુપિયા પર પહોંચશે.જો આ જગ્યાએ વર્તમાન વર્ષમાં નહીં ભરાય તો ૨૦૨૬-૨૭માં નાણાકીય ખર્ચ ૨૬૦ કરોડ રુપિયાની આસપાસ રહેશે.યુનિવર્સિટીની ૯૦ ટકા જેટલી આવક સરકારની ગ્રાંટ સ્વરુપે આવશે.જ્યારે બાકીની ૧૦ ટકા આવકમાં વિદ્યાર્થીઓની ટયુશન, ફી, પરીક્ષા ફીનો સમાવેશ થાય છે.બજેટનો લગભગ ૮૫ ટકા જેટલો હિસ્સો પગાર પાછળ વપરાશે.૨૦૨૬-૨૭ના વર્ષમાં નાણાકીય ખાધ ૧.૨૫ કરોડ રુપિયા રહેશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે.જે ગત વર્ષે ૧.૨૦ કરોડ રુપિયા હતી.

ક્યાં ક્યાં ખર્ચ થશે

–યુનિવર્સિટીના વહીવટ માટે ૨૬.૩૦ કરોડ

–ફેકલ્ટીઓ પાછળ( પગાર સહિત) ૪૦૫ કરોડ

–હોસ્ટેલ પાછળ ૧૨ કરોડ

–સ્પોર્ટસ, હેલ્થ સેન્ટર માટે ૬ કરોડ

— લાઈબ્રેરી પાછળ ૧૪ કરોડ

–અન્ય ખર્ચ ૩૩ કરોડ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here