VADODARA : એરપોર્ટ સર્કલ પાસે નશેબાજ કાર ચાલકે બે વાહન ચાલકને ટક્કર મારી

0
35
meetarticle

 એરપોર્ટ સર્કલ પાસે નશેબાજ  કાર ચાલકે બે વાહન ચાલકોેને ટક્કર મારી હતી. લોકોએ તેને ઝડપી પાડી હરણી પોલીસને હવાલે કર્યો હતો. આરોપી ક્યાંથી દારૃ પીને આવ્યો હતો તે અંગે  પોલીસે તપાસ હાથ ધરી છે.

ન્યુ વી.આઇ. પી. રોડ પર ટ્રાફિક સિગ્નલ બંધ હોઇ ટુ વ્હિલર લઇને ઊભેલા યુવકને પાછળથી કાર લઇને આવતા નશેબાજ કાર ચાલકે ટક્કર મારી હતી. આ ઉપરાંત અન્ય એક વાહન ચાલકને પણ ટક્કર મારી હતી. લોકોએ નશેબાજ કાર ચાલકને ઝડપી પાડતા તેણે લોકો સાથે બોલાચાલી કરી હતી. છેવટે પોલીસ આવતા કાર ચાલકની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગઇકાલે મોડીરાતે એક યુવક ટુ વ્હિલર લઇને નોકરી પર જવા નીકળ્યો હતો. એરપોર્ટ સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ બંધ હોઇ યુવક ઊભો હતો. તે દરમિયાન પાછળથી આવતી એક કારના ચાલકે ટક્કર મારી હતી. ત્યાંથી ભાગેલા કાર ચાલકે આગળ વધુ એક વાહન ચાલકને પણ અડફેટે લીધો હતો. ત્યારબાદ લોકોએ કાર ચાલકને ઝડપી લીધો હતો. લોકોએ પોલીસને કોલ કર્યો હતો. પરંતુ, પોલીસ ૨૦ મિનિટ સુધી આવી નહતી. ત્યારબાદ પોલીસ આવી પહોંચતા નશેબાજ કાર ચાલક વિકાસ ભિકંદરાવ જાદવ (રહે. સોન વાટિકા સોસાયટી, આજવા રોડ) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  કાર ચાલક ચાલુ કારે દારૃ પીતો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here