વડોદરા શહેરના તમામ ઓવરબ્રિજ નીચે અડીંગો જમાવનાર શ્રમજીવીઓ ભિક્ષુકો તથા અન્યને પાલિકાની દબાણ શાખાએ ખદેડી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે બ્રિજ નીચે રહેનારાઓ ગંદકી કરતા હોય છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં અટલબિજ, શાસ્ત્રી બ્રિજ, ફતેગંજ બ્રિજ, અમિત નગર બ્રિજ, સોમા તળાવ બ્રિજ, અટલાદરા બ્રિજ, કલાલી બ્રિજ કલાલી બ્રિજ સહિતના અનેક બ્રીજ શહેરમાં છે. આ તમામ બ્રિજ નીચે શ્રમજીવીઓ, ભિક્ષુકો સહિત રમકડા વેચનારાઓ પરિવારજનો સાથે અડિંગો જમાવે છે. આ બ્રિજ નીચે જ રાત્રે સુવા સહિત દિવસભર બ્રિજ નીચે પડી રહે છે. આવા તમામ લોકો બ્રીજ નીચે ગંદકી પણ ફેલાવતા હોય છે. આ અંગે પાલિકા કચેરીને અવારનવાર ફરિયાદો પણ મળતી હોવાના કારણે આજે દબાણ શાખાની ટીમે મોટાભાગના બ્રિજ નીચેથી આવા તમામ લોકોને હટાવીને બ્રિજ નીચેની જગ્યા ખુલ્લી કરાવી સફાઈ પણ કરાવી હતી.

