VADODARA : કરજણના મંદિર સામે smc ત્રાટકી.બે સગીર સાથે 14 જુગારીયાઓ સકંજામાં: 1.32 લાખનો મુદ્દામાલ કબ્જે.

0
47
meetarticle

વડોદરા ગ્રામ્ય જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રબારીવાસ, ભાથીજી મંદિર સામેના ખુલ્લા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે દરોડો પાડ્યો હતો.આ કાર્યવાહીમાં પોલીસે જુગાર રમતા ૧૪ આરોપીઓ અને બે કિશોરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા ૬૫,૭૪૦ ૧૩ મોબાઈલ ફોન ૬૬,૫૦૦ ની કિંમતના અને કેલ્ક્યુલેટર સહિત કુલ ૧,૩૨,૬૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ જુગારના કેસમાં મુખ્ય આરોપી રાજુ શિવાજી ઠાકોર સહિત અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઝડપાયેલા તમામ આરોપીઓ અને બે સગીર વયના કિશોરોનો કબજો વધુ તપાસ અર્થે કરજણ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે.


સકંજામાં આવેલા આરોપીઓ
(૧)રાકેશ ઉર્ફે ખાનો (૨)અમરતજી ઠાકરડા
(૩)શાની પ્રભાતજી ઠાકરડા
(૪)અશોકજી સોમાજી ઠાકોર
(૫)વિઠ્ઠલ ભયાજી ઠાકરડા
(૬)સંદીપકુમાર પૃથ્વીરાજ ત્રિવેદી
(૭)નરેશ વિરામજી ઠાકોર
અમરતભાઈ વઘાજીભાઈ ઠાકોર
(૮)જય રોહિત ઠાકરડા
(૯)સોમાભાઈ મંગલભાઈ પાટણવાડીયા
(૧૦)ગૌતમ ગણપત ઠાકરડા
(૧૧)નટુભાઈ ચંદુભાઈ રાઠોડ
(૧૨)મુકેશ બહાદુર દેવીપુજક
(૧૩)શૈલેશ મહેન્દ્ર વસાવા
(૧૪)વિશાલ મહેશ ચીથરીયા


વોન્ટેડ ત્રિપુટી:
(સૂત્રધાર)
રાજુ શિવાજી ઠાકોર
એઝાદ ઇલિયાસ મીર
મહેશ વિરામ ઠાકોર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here