ડભોઈ તાલુકાનું સૌથી શ્રેષ્ઠ જાણીતું મંડળ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એચ.દયારામ પ્રાથમિક શાળા, ડભોઈ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કાપડીયા નીલ કલાઉત્સવ ગુજરાત@2047 માં વાદન સ્પર્ધામાં હાર્મોનિયમ પર સી.આર.સી કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો. અને તડવી દીપિક્ષા ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઉપસ્થિત રહી. આ બન્ને બાળકોએ શાળા ના પ્રમુખ તેમજ શાળા ના મુખ્યશિક્ષિકા જયશ્રીબેન ગજ્જર નું ગૌરવ વધાર્યું. જેમાં નીલ કાપડીયા અને દીપિક્ષા તડવી ને શાળા ના પ્રમુખ શ્રી દિપકભાઇ ભોઈવાલા સાહેબએ પણ શાળા પરીવાર તરફથી અભિનંદન પાઠવ્યા હતા.

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

