VADODARA : કાચા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકી નહી સગર્ભાને ઝોળીમા નાંખી લઇ જવાતા રસ્તામાં જ પ્રસૂતિ કરાવવી પડી

0
40
meetarticle

નસવાડી તાલુકાની ઘૂમના ગામની સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતા કાચા રસ્તાના કારણે તેને ઝોળીમાં નાખી ૧૦૮ એમ્બ્યુલન્સ ઊભી હતી ત્યાં લઇ જવાતી હતી ત્યારે જ વધારે પીડા થતા રસ્તામાં જ સ્થાનિક મહિલાઓની મદદથી પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી ત્યાર બાદ પણ નવજાત બાળક સાથે મહિલાને ઝોળીમાં નાખી એમ્બ્યુલન્સ સુધી બ ેકિ.મી. સુધી લઇ જવાની ફરજ પડી હતી.

નસવાડી તાલુકાના ઘુમના ગામની સગર્ભા રવિતાબેન વિકેશભાઈ ડુંગરાભીલને પ્રસૂતિની પીડા ઉપડતા તેને ઝોળીમા નાખી પરિવારના સભ્યો અને ગામના યુવકો પાંચ કિલોમીટર ચાલી છોટાઉંમર ગામ સુધી લઇ ગયા હતા પરંતુ આગળ વધે તે પહેલાં છોટાઉંમર ટેકરા ફળિયા ખાતે મહિલાને પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડતા યુવાનોએ ગામની મહિલાઓની મદદથી સાડીની આડશ કરી સગર્ભાની પ્રસૂતિ રસ્તા પર કરાવવાની ફરજ પડી હતી.તે બાદ પ્રસૂતિ સ્થળથી સારવાર માટે લઇ જવા ૧૦૮ ઉભી હતી ત્યા પહોંચવા માટે વધુ બે કિલોમીટર કાચા રસ્તા પરથી લઇ ગયા હતા. ગ્રામજનો છોટાઉંમરથી સાંકડીબારી ગામ સુધી ખાનગી જીપમા મહિલા અને બાળકને લાવ્યા હતા તે બાદ સાંકડીબારી ગામેથી ૧૦૮ એમ્બ્યુલન્સમા દુગ્ધા પીએચસી સેન્ટરમાં સારવાર માટે લાવ્યા હતાં જ્યાં બંને હાલ સારવાર હેઠળ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here