વડોદરા શહેરના દક્ષિણ ઝોનમાં વોર્ડ 17માં પ્રતાપનગર બ્રીજથી બરોડા ડેરી તરફ જતા સ્કૂલની સામે ઓએનજીસી ગેટ પાસેથી પસાર થતી મુખ્ય ડ્રેનેજ લાઈન પર પડેલ ભંગાણના રીપેરીંગનો ખર્ચ કોર્પોરેશનને અંદાજે 27 લાખ થયો છે. જુની ડ્રેનેજની મુખ્ય લાઈન પર અગાઉ મોટું ભંગાણ થયું હતું.

અંદાજીત 450મીમી વ્યાસની તથા 4.90 મીટરની ઉડાઈમાં આ ભંગાણના કારણે લાઈન થોડી ચોક-અપ થઇ ગઈ હતી. જેના કારણે ડ્રેનેજ પાણી નિકાલ થવાનું અટકી ગયું હતું. કામગીરી ત્વરીત શરૂ કરવી જરૂરી હોવાથી એકટની કલમ-67(3)(સી) હેઠળ કામગીરી કરાવવાની મંજુરી આપવામાં આવેલ હતી. જુની જર્જરીત લાઈન હોવાથી 112.50 મીટર લંબાઇમાં નવી 600 મીમી વ્યાસની લાઈન નાખી ડ્રેનેજ લાઇન ચાલુ કરી હતી. આ કામગીરી અંદાજ કરતા ત્રીસ ટકા વધુ ભાવે કરી હતી. સ્થાયી સમિતિમાં આ કામગીરીની જાણ માટે દરખાસ્ત મુકાઈ છે.

