ખૂનના કેસમાં આજીવન સજા દરમિયાન પેરોલ પર ગયા બાદ પરત નહિ ફરેલા કેદીને ક્રાઇમ બ્રાન્ચે ૯ વર્ષ પછી ઝડપી પાડયો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ-૨૦૦૨માં થયેલી હત્યાના બનાવમાં કમલસિંહ દિપચંદ સિંહ યાદવ(મવાના,મેરઠ,યુપી)ને આજીવન કેદની સજા થઇ હતી.
જુલાઇ-૨૦૧૬માં પેરોલ પર છૂટયા બાદ ફરાર થઇ ગયેલા કમલસિંહને શોધવા વારંવાર પ્રયાસો કરવામાં આવ્યા હતા.હાલમાં તે દાદરી ખાતે સિમેન્ટની કંપનીમાં કામ કરતો હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ શ્રમજીવી તરીકે કંપનીમાં બે દિવસ રહી હતી અને આરોપીને ઓળખીને ઝડપી પાડયો હતો.

