VADODARA : ગુનાખોરી આચરી વર્ષોથી ફરાર પરપ્રાંતીય 650ગુનેગારોને શોધવા ઓપરેશન કારાવાસઃ 40 શોધાયા

0
51
meetarticle

વડોદરામાં ગંભીર પ્રકારના ગુનાઓ આચરીને વર્ષોથી ફરાર થઇ ગયેલા આરોપીઓને શોધવા માટે પોલીસે ઓપરેશન કારાવાસ શરૃ કર્યું છે.૨૦ દિવસના પહેલા રાઉન્ડમાં પોલીસ ૪૦ ગુનેગારો સુધી પહોંચી છે અને ૩૧ની ધરપકડ કરી છે.જેમાં પાણીગેટના ઠગાઇનાકેસના ૩૨ વર્ષ જૂના આરોપીનો પણ સમાવેશ થાય છે.

વડોદરામાં એક વર્ષથી ૩૨ વર્ષના સમયગાળા દરમિયાન મર્ડર,ચોરી, લૂંટ, ડ્રગ્સ,અપહરણ,બળાત્કાર,ખંડણી જેવા ગુનાઓમાં પકડાયા નથી તેવા ૬૫૦થી વધુ ગુનેગારોને તેમના રાજ્યમાં પહોંચીને ઝડપી પાડવા માટે પોલીસ કમિશનરે ઓપરેશન કારાવાસ શરૃ કરાવ્યું છે.જેમાં પોલીસને ધારી સફળતા મળી છે.

ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ વર્માએ કહ્યું છે કે,પસંદગીના અધિકારીઓ અને તેમના નેજા હેઠળ કુલ છ ટીમો અમે ગુજરાતની આસપાસના ચાર રાજ્યોમાં મોકલી હતી.આ ટીમોએ ૨૦ દિવસના ગાળામાં કુલ ૪૦ ગુનાના આરોપીઓને શોધી કાઢ્યા છે.જેમાં ૮ ના મોત થયા છે અને તેમના ડેથ સર્ટિફિકેટ પણ મેળવી લેવામાં આવ્યા છે.જ્યારે,એક આરોપી જેલમાં છે અને બાકીના ૩૧ને વડોદરા લાવી કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ દ્વારા આ ઓપરેશન ચાલુ રાખવામાં આવશે.ટૂંક સમયમાં બીજી છ ટીમો ૨૦ દિવસ માટે જુદાજુદા રાજ્યોમાં મોકલવામાં આવશે.જેના વોન્ટેડ આરોપીઓ માટે પોલીસ લાંબા સમયથી વર્કઆઉટ કરી રહી હતી.આ પૈકી રાજસ્થાનથી સૌથી વધુ ૧૭ ગુનેગાર,યુપીથી ૧૩ આરોપી, મધ્યપ્રદેશથી ૭ અને મહારાષ્ટ્રથી ૩ ગુનેગાર પકડાયા છે.

બીજા રાજ્યોમાં કામગીરી આસાન નથી,ક્યા ક્યા પડકારોનો સામનો કરવો પડ્યો

બીજા રાજ્યોમાં લાંબાસમયથી છુપાયા હોય તેવા આરોપીઓને પકડવા જતાં વડોદરા પોલીસને અનેક પડકારો  ઝીલવા પડયા છે.

ક્રાઇમ  બ્રાન્ચના ડીસીપીનું કહેવું છે કે, કેટલીક જગ્યાએ સ્થાનિક પોલીસ સહકાર આપવામાં પણ ખચકાતી હોય છે.જેથી આરોપીને પકડવા જતી પોલીસનું જોખમ વધી જાય છે.

આ ઉપરાંત પોલીસનું વાહન લઇને  પણ ગામમાં જવું મુશ્કેલ હોય છે.જેથી ગામની બહાર વાહન મૂકીને કોઇ ઓળખે નહિ તે રીતે વેશ બદલીને પણ જવું પડયું હોવાના કિસ્સા બન્યા છે.લાંબાસમયથી ફરાર હોય તેવા આરોપીના બાતમીદારના મૃત્યુ થયા હોવાના પણ કિસ્સા બનતા હોય છે.તેમના સરનામા,ચહેરો પણ બદલાઇ જતા હોય છે. જેથી પોલીસને વર્કઆઉટ કરતાં વધુ સમય લાગે છે.

કેટલા આરોપી કેટલા વર્ષથી ફરાર

આરોપીની સંખ્યા કેટલાવર્ષથી ફરાર

૧૭             ૧૦ વર્ષથી નીચે

૧૬            ૧૧ થી ૨૦ વર્ષ

૭             ૨૧થી ૩૨ વર્ષ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here