વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી-હરીનગર પાંચ રસ્તા ખાતે બનેલા ઓવરબ્રિજ નીચે ટેબલ ટેનિસ કોચિંગ આગામી દિવસોમાં શરૂ કરાશે. આ અંગે વર્ક ઓર્ડર પણ મળ્યો છે. જોકે સુરક્ષા અંગે પાલિકા તંત્રએ ધ્યાને લેવાશે તેમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગુજરાત બહાર અન્ય પ્રદેશમાં ઓવરબ્રિજની નીચે ટેબલ તેની જેવી પ્રોત્સાહિત રમત ગમત ચાલતી હોવાનો વિડીયો તાજેતરમાં વાયરલ થયો હતો. દરમિયાન બાળકો અને યુવાઓની પ્રતિભા ખીલવવાના વડોદરાના બ્રિજ નીચે પણ આવી પ્રવૃત્તિ થવી જોઈએ. જે અંગે હરીનગર ગોત્રી પાંચ રસ્તાના ઓવરબ્રિજ નીચે આવી પ્રવૃત્તિ જરૂર કરી શકાય એવો વિચાર ફરતો થયો હતો. આ અંગે પાલિકા તંત્ર દ્વારા આ પાંચ રસ્તાના ઓવરબ્રિજ નીચે આવી પ્રવૃત્તિ શરૂ કરવા અંગે વર્ક ઓર્ડર પણ મળી ગયો છે. આ ઉપરાંત ઓવરબ્રિજ નીચે જે તે જગ્યાની સાફ-સફાઈ પણ શરૂ કરી દેવાય છે અને બ્રિજ નીચે યોગ્ય જગ્યાએ ત્રણ ફૂટ જેટલું ચણતર પણ થયેલું છે જેથી કોઈ દુર્ઘટનાની શક્યતા રહેતી નથી આ ઉપરાંત જે તે જગ્યા ચારે બાજુએ ઉપરની બંધ કરી દેવાની પણ બાંહેધરી મળી હોવા સહિત પાલિકા દ્વારા સુરક્ષાને ધ્યાનમાં લેવાશે.

