VADODARA : ગોધરા ખાતે RPF કોન્સ્ટેબલની બહાદુરી : પોતાના જીવની પરવા કર્યા વિના 3 વર્ષના બાળકનો જીવ બચાવ્યો

0
62
meetarticle

વડોદરા ડિવિઝનના ગોધરા ખાતે રેલ્વે પ્રોટેક્શન ફોર્સમાં તૈનાત કોન્સ્ટેબલ રમેશ જાધવે અદભૂત હિંમત અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે પોતાનો જીવ જોખમમાં મૂકી ટ્રેનમાંથી પડી ગયેલા 3 વર્ષના બાળકનો જીવ બચાવ્યો હતો.

ગત 16 ઓક્ટોબરના રોજ બરૌની – બાંદ્રા ટર્મિનસ અવધ એક્સપ્રેસમાં સંતોષ યાદવ તેમની પત્ની અને નાના પુત્ર સાથે મુઝફ્ફરપુરથી વાપી જઈ રહ્યા હતા. ટ્રેન ગોધરા યાર્ડમાં પ્રવેશે તે પહેલાં બાળક તેની માતા સાથે શૌચાલય તરફ જતા અચાનક દરવાજા નજીકથી લપસી ગયો અને બીજી રેલ્વે લાઇન પર પડી ગયો. ઘટના જોતા મુસાફરોએ તરત જ ચેઇન ખેંચી ટ્રેન રોકી દીધી. આ દરમિયાન, ડ્યુટી પર રહેલા કોન્સ્ટેબલ રમેશ જાધવે બાળકને પડેલા હાલતમાં જોયો, ત્યારે સામેની લાઇન પર મુંબઈ – નવી દિલ્હી તેજસ રાજધાની એક્સપ્રેસ આવી રહી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને કોન્સ્ટેબલે પોતાના જીવનની પરવા કર્યા વગર ટ્રેક પર દોડી જઈ બાળકને સમયસર સુરક્ષિત જગ્યાએ ખેંચી લીધો અને તેના પરિવારને સોંપ્યો હતો. બાળક હેમખેમ બચતા દંપતીએ કોન્સ્ટેબલ રમેશ જાધવનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કોચમાં હાજર અન્ય મુસાફરોએ પણ તેમની હિંમત, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાના આ કાર્યની પ્રશંસા કરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here