જરોદ પોલીસ સ્ટેશન વિસ્તાર ના હાલોલ થી વડોદરા તરફ મધ્ય પ્રદેશ ના શ્રમજીવી પોતાની પત્ની અને બાળક સાથે અંકલેશ્વર મજુરી અર્થે જવા નિકળ્યો હતો

ત્યારે તે દરમિયાન આસોજ રોકમેન કંપની ની નજીક એક ટેન્કર ઉભું હતું ટેન્કર ની પાછળ ની પાર્કિંગ લાઇટ અને રીપ્લે કટર ન હોવાથી બાઇક ચાલક ધડાકાભેર ભટકાતાં જતાં આવતાં રાહદારીઓ ઉભા થઇ જતાં બાઇક ચાલક સુનિલ વરસિગ ભાઇ ડામોર ને માથાં તેમજ શરીરના અન્ય ભાગોમાં સખ્ત ઇજાઓ પહોંચતા જ્યારે પાછળ બેઠેલા તેની પત્નીને અને બાળક નો આબાદ બચાવ થવા પામ્યો હતો સામાન્ય નાની મોટી ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ સેવા ના મારફતે વડોદરા એસ એસ જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાતા સુનિલ નું ટુંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું અકસ્માત ની જાણ જરોદ પોલીસ સ્ટેશન ને થતાં ઘટનાસ્થળે પહોંચી જઈ ટેન્કર ચાલક વિરૂધ્ધ અકસ્માત મોત નો ગુન્હો નોંધી ને ફરાર ચાલક ને પકડવા ના ચકો ગતીમાન કયૉ છે
REPOTER : કિશન રોહિડા વાઘોડિયા

