જિલ્લાના યાત્રાધામ અને પ્રવાસન સ્થળે ખાણી પીણીની લારીઓ તથા રેસ્ટોરન્ટમાંથી ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા ખાદ્ય સામગ્રીના નમૂના લેવામાં આવ્યા હતાં.

ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ગઇકાલે અને આજે જિલ્લામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચાંદોદમાં ૧૦, કરનાળી કુબેર ભંડારી ખાતે ૨, કાયાવરોહણમાં ૧૨, પોર બળિયાદેવ મંદિર પાસેથી ૧૮, નારેશ્વરમાં ૩, રણુમાં ૨, ભાદરવામાં ૩ સ્થળે નમૂના લેવાયા હતા. આ ઉપરાંત શિનોર વ્યાસબેટમાં ૩ સ્થળે પણ તપાસ કરવામાં આવી હતી. તેમજ ડભોઇ વઢવાણા ખાતે પણ તપાસ કરવામાં આવી હતી. ખાદ્ય પદાર્થનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

