વારસિયાની સાંઇબાબા નગર સોસાયટીમાં રહેતા મનિષ ઉર્ફે માનવ રાજકુમાર કારડાએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ગત 26 નવેમ્બરે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા મિત્ર ધર્મેશ ઉર્ફે ગોલુ ઇન્દ્રકુમાર સચદેવને વારસિયા સંતકંવર કોલોનીમાં રહેતા હિમાંશુ ઉર્ફે હેરી રમેશકુમાર લુધવાણી સાથે અદાવત ચાલતી હોઇ અવારનવાર મારા મિત્ર ધર્મેશ સાથે હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણી ઝઘડો કરતો હતો. મારો મિત્ર ધર્મેશ ઉર્ફે ગોલુ સામે ગુજસીટોકનો ગુનો દાખલ થયો છે.

25 મી તારીખે હું તથા મારા મિત્ર દર્શન, વિરેન તથા રાહુલ મારી જીપ લઇને ભાવનગરના રાજપરા ગામે ખોડિયાર માતાના મંદિરે દર્શન કરીને રાત્રે સાડા અગિયાર વાગ્યે અમે ઘરે પરત આવ્યા હતા. સોસાયટીના કોમન પ્લોટમાં જીપ પાર્ક કરી અમે ઘરે જઇને સૂઇ ગયા હતા. મોડી રાત્રે મારી જીપ, તથા અન્ય બે ગાડીમાં આગ લાગી હતી આ ગુનામાં સામેલ બે મુખ્ય આરોપી (1) હેરી ઉર્ફે હિમાંશુ રમેશકુમાર લુધવાણી (રહે સંત કવર કોલોની વારસિયા) (2) વિવેક ઉર્ફે બન્ની મોહનભાઈ કેવલાની (ટેક્સટાઇલ સોસાયટી ફતેગંજ)ને વારસિયા પોલીસે ઝડપી પાડી એક દિવસનો રિમાન્ડ લીધો હતો. રિમાન્ડ પૂરા થતા આરોપીઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. હિમાંશુ ઉર્ફે હેરી વિરુદ્ધ દાખલ થયા છે તેમજ બે વખત પાસામાં જઈ આવ્યો છે. જ્યારે વિવેક ઉર્ફે બન્ની સામે છ ગુનાઓ દાખલ થયા છે અને એક વખત પાસામાં જઈ આવ્યો છે. વારસિયાની સાંઇબાબા નગર સોસાયટીમાં રહેતા મનિષ ઉર્ફે માનવ રાજકુમાર કારડાએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ગત 26 નવેમ્બરે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા મિત્ર ધર્મેશ ઉર્ફે ગોલુ ઇન્દ્રકુમાર સચદેવને વારસિયા સંતકંવર કોલોનીમાં રહેતા હિમાંશુ ઉર્ફે હેરી રમેશકુમાર લુધવાણી સાથે અદાવત ચાલતી હોઇ અવારનવાર મારા મિત્ર ધર્મેશ સાથે હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણી ઝઘડો કરતો હતો. મારો મિત્ર ધર્મેશ ઉર્ફે ગોલુ સામે ગુજસીટોકનો ગુનો દાખલ થયો છે. 25 મી તારીખે હું તથા મારા મિત્ર દર્શન, વિરેન તથા રાહુલ મારી જીપ લઇને ભાવનગરના રાજપરા ગામે ખોડિયાર માતાના મંદિરે દર્શન કરીને રાત્રે સાડા અગિયાર વાગ્યે અમે ઘરે પરત આવ્યા હતા. સોસાયટીના કોમન પ્લોટમાં જીપ પાર્ક કરી અમે ઘરે જઇને સૂઇ ગયા હતા. મોડી રાત્રે મારી જીપ, તથા અન્ય બે ગાડીમાં આગ લાગી હતી.

