રેલવે વિભાગ દ્વારા ટૂંક સમયમાં જેતલપુર ગરનાળાના રિપેરિંગની કામગીરી શરૃ કરવામાં આવશે.

જેતલપુર રેલવે ઓવરબ્રિજની નીચે આવેલ જેતલપુર ગરનાળાનું મેન્ટેનન્સ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવે છે. ગરનાળામાંથી પોપડા ખરતા પાલિકાના બ્રીજ પ્રોજક્ટ તથા રેલવે વિભાગના ઇજનેરો અને અધિકારી સાથે સંયુક્ત વિઝીટ કરવામાં આવેલી હતી. જેનું તાત્કાલિક રિપેરિંગ કરવા રેલવે વિભાગને જણાવવામાં આવેલુ છે. ગરનાળામાં આઠ દશ વર્ષ અગાઉ કરવામાં આવેલ એપોક્સી પ્લાસ્ટરના પોપડા પડેલા છે, પરંતુ અન્ડરપાસના મુખ્ય સ્ટ્રકચરલ કોમ્પોનન્ટ જેમ કે સ્લેબ કે કોઇ અન્ય ભાગમાં નોંધપાત્ર નુકશાન થયેલું નથી, તેમ જણાવેલું હતું. અન્ડરપાસ બંધ કરી રિપેરિંગની કામગીરી ૩ થી ૪ દિવસ કરવાની હોવાથી શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કર્યા બાદ રેલવે વિભાગ ટૂંક સમયમાં રિપેરિંગને લગતી કામગીરી શરૃ કરવામાં આવશે.

