ડભોઇ તરસાણા ચોકડીથી જકાતનાકા સુધી MGVCL ની ઘોર બેદરકારી, ગમે ત્યારે મોટી હોનારતની ભીતિ ડભોઇના તરસાણા ચોકડીથી જકાતનાકા સુધીના મુખ્ય માર્ગ પરથી પસાર થતી MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ) ની હાઈટેન્શન લાઈન અને વીજ વાયરો હાલ જોખમી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે આ વિસ્તારમાં વીજ વાયરો પર ગાંડા બાવળો એ એવો ભરડો લીધો છે કે મેન લાઈન અને બાવળની ડાળીઓ એકબીજામાં ફસાઈ ગઈ છે.

મુખ્ય સમસ્યાઓ અને સ્થાનિકોનો આક્રોશ:
શોર્ટ સર્કિટનું જોખમ: વીજ વાયરોમાં બાવળની ડાળીઓ ફસાવાને કારણે વારંવાર સ્પાર્કિંગ થાય છે અને બે વાયરો ભેગા થઈ જવાથી વારંવાર લાઈટ ગુલ થઈ જવાના બનાવો બની રહ્યા છે.નીચે લટકતા વાયરો: બાવળના વજન અને બેદરકારીને કારણે વીજ વાયરો એકદમ નીચે સુધી ઝૂકી ગયા છે, જે રાહદારીઓ અને વાહનચાલકો માટે મોતના ફાંદા સમાન સાબિત થઈ શકે તેમ છે.
જાનહાનીનો ભય: અત્યારે શિયાળાની ઋતુ અને આગામી ચોમાસા પહેલા જો આ સફાઈ કરવામાં નહીં આવે, તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. સ્થાનિકો પ્રશ્ન કરી રહ્યા છે કેજો કોઈ મોટી જાનહાની થશે તો તેનો જવાબદાર કોણ લોક માંગ ડભોઇના જાગૃત નાગરિકો અને સ્થાનિક રહીશોમાં MGVCL ના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે:
તાત્કાલિક ધોરણે તરસાણા ચોકડી પાસેના આ ગાંડા બાવળોનું સામ્રાજ્ય હટાવવામાં આવે નીચે લટકી ગયેલા વીજ વાયરોને ખેંચીને સુરક્ષિત ઊંચાઈ પર લેવામાં આવે.
વીજ પુરવઠો ખોરવાતો અટકાવવા માટે પ્રિ-મોન્સૂન જેવી કામગીરી અત્યારથી જ સઘન બનાવવામાં આવે તંત્ર જાગશે કે હોનારતની રાહ જોશે વારંવારની રજૂઆતો છતાં MGVCL ના અધિકારીઓ હજુ સુધી ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે. શું તંત્ર કોઈ મોટી હોનારત સર્જાયા પછી જ જાગશે? તેવો વેધક સવાલ જનતા પૂછી રહી છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

