VADODARA : ડભોઇના હાસાપુરા-પુડા ગામ વચ્ચે રેલવે ગરનાળાની ગોકળગતિથી ગ્રામજનો ભારે મુશ્કેલી

0
47
meetarticle


ડભોઇ તાલુકાના હાસાપુરા પાસે બે વર્ષે પણ કામ પૂર્ણ નહીં નિશ્ચિત સમયમર્યાદા પૂરી, સંકટ શરૂ ​ડભોઇ તાલુકાના હસાપુરા અને પુડા ગામને જોડતા માર્ગ પર બની રહેલું રેલવેનું ગરનાળું (અંડરપાસ) હવે ગ્રામજનો માટે સગવડને બદલે આફત બની ગયું છે. ગુજરાત સરકાર દ્વારા રેલવે ફાટકમુક્ત ગુજરાતના અભિયાન હેઠળ આ ગરનાળું એક વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય હતું, પરંતુ બે વર્ષ કરતાં વધુ સમય વીતી જવા છતાં કામગીરી અધૂરી છે. મુશ્કેલીનો પહાડ: રોજિંદા 5 થી 7 કિલોમીટરનો ધક્કોઆ ગરનાળાનું કામ અટકી જતાં, હસાપુરા અને પુડા સહિત આસપાસના ગામોના લોકોને અવર-જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

​રોજિંદા મુસાફરો: લોકોને વધારાના 5 થી 7 કિલોમીટર ફરીને જવું પડે છે.
​વિદ્યાર્થીઓનું સંકટ: શાળાઓ શરૂ થતાં, શાળાએ જતા વિદ્યાર્થીઓને આ લાંબો અને જોખમી રસ્તો કાપવો પડી રહ્યો છે.
​કટોકટીની સેવા: 108 એમ્બ્યુલન્સ સેવાને પણ લાંબો રૂટ લેવો પડતો હોવાથી, ઇમરજન્સીની સ્થિતિમાં સમયસર પહોંચવું મુશ્કેલ બની ગયું છે. કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લે 30મી તારીખ સુધીમાં કામ પૂરું કરવાની ખાતરી અપાઈ હતી, જે પણ પૂર્ણ થઈ શકી નથી.

કોન્ટ્રાક્ટરની બેદરકારી કે તંત્રની ઉદાસીનતા આ ગરનાળાનું નિર્માણ કાર્ય ગોકળગતિએ ચાલતું હોવાથી, ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.ગ્રામજનોનો સૂર: “શું કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અમને ગામલોકોને આ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે? એક વર્ષનું કામ બે વર્ષે પણ પૂરું ન થાય એ કેવા વહીવટી તંત્રની નિસ કાળજુ છેગરનાળાનું કામ પૂર્ણ થયા પછી પણ તેની આસપાસના રોડ-રસ્તાનું જોડાણ અને સમતલન બાકી છે, જે કામમાં વધુ સમય લેશે. તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ ન આવે તો ગ્રામજનોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આખરે ડભોઇના આ ગરનાળાનું કામ ક્યારે પૂરું થશે? અને ગ્રામજનોને આ રોજિંદી હાલાકીમાંથી ક્યારે મુક્તિ મળશે?

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here