ડભોઇ તાલુકામાં ખેડૂતો પર આફત: કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન ડભોઇ તાલુકામાં છેલ્લા છ માસથી ચાલી રહેલા અવારનવાર વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. પાકની લણણીના સમયમાં જ પડેલા કમોસમી વરસાદને કારણે ખેતરોમાં ઊભા ડાંગર, કપાસ, તુવેર અને અન્ય ખરીફ પાકોને ભારે નુકસાન થયું છે.

ખેડૂતોની મહિનાઓની મહેનત પાણીમાં ધોવાઈ જતાં તેઓની હાલત કફોડી બની છે. ડભોઇ કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનના પગલે, ડભોઇ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ મેદાનમાં આવી છે. ડભોઇ નાયબ કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં મુખ્ય માંગણીઓ
તાત્કાલિક સર્વે: સમગ્ર ડભોઇ તાલુકાના ૧૧૮ ગામોના વિસ્તારમાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનનો તાત્કાલિક સર્વે કરવામાં આવે.
રાહત પેકેજ: નુકસાનીના સર્વે બાદ ખેડૂતોને વહેલી તકે યોગ્ય રાહત પેકેજ અને વળતર આપવામાં આવે.
ખાતરની વ્યવસ્થા: ખેડૂતોને સરળતાથી ખાતર મળી રહે તે માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. વળતર નહીં મળે તો આંદોલનની ચીમકીઆ આવેદનપત્રમાં કોંગ્રેસ સમિતિ દ્વારા એ બાબતે પણ ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે કે જો સર્વેમાં ૬૬ જેટલા ગામોને બાકાત રાખવામાં આવશે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં નહીં આવે, તો ડભોઇ તાલુકાના ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે કે સરકાર તાત્કાલિક આ ગંભીર બાબતને ધ્યાનમાં લે અને વહેલામાં વહેલી તકે સર્વે હાથ ધરીને સહાય જાહેર કરે, જેથી તેઓ આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

