ડભોઇમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરો મુદ્દે સહી ઝુંબેશનું આયોજન ડભોઇ શહેરના આંબેડકર ચોક ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખશ્રી અમિત ચાવડાના આદેશ અનુસાર, ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા વોટ ચોરી ના ગંભીર મુદ્દા પર એક જનજાગૃતિ અભિયાનરૂપે ‘વોટ ચોરો’ સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઝુંબેશનો મુખ્ય હેતુ જનતામાં ‘વોટ ચોરી’ જેવા લોકશાહી વિરોધી કૃત્યો સામે જાગૃતિ લાવવાનો અને લોકોને તેમના મતાધિકારના મહત્ત્વ વિશે માહિતગાર કરવાનો હતો.

કાર્યક્રમની વિગતો અને ઉપસ્થિતિ કાર્યક્રમ દરમિયાન, ડભોઇ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આંબેડકર ચોક જેવા વ્યસ્ત સ્થળેથી પસાર થતા વાહન ચાલકો તેમજ અન્ય નાગરિકો પાસે સહીઓ કરાવીને આ અભિયાનમાં જોડાવા અને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.આ પ્રસંગે ડભોઇ કોંગ્રેસના મુખ્ય આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાડભોઇ શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી સતીશ રાવલડભોઇ તાલુકા કોંગ્રેસના પ્રમુખશ્રી સુધીરભાઈ બારોટ ગોપાલભાઈ જીનવાલા સુભાષભાઈ ભોજવાણી સિદ્દીકભાઈ વાણીયાવાલા મુસ્તુફાભાઈ ખલીફા સહિત ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહીને આ ઝુંબેશને સફળ બનાવી હતી. આ સહી ઝુંબેશ દ્વારા કોંગ્રેસે પ્રજા સુધી પોતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

