ડભોઇ શહેરની ધાર્મિક આસ્થા પરાકાષ્ઠાએ પહોંચી ગઈ હતી. આસો સુદ આઠમ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ઉગાડવામાં આવેલા જવારા (વાડીઓ)ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને પરંપરાગત રીતે તેનું ડભોઇના તળાવો તથા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

આસ્થાના મુખ્ય કેન્દ્રો પર જવારાનું વાવેતર
ડભોઇ શહેરના અનેક ધાર્મિક સ્થળોએ નવરાત્રિના પ્રથમ દિવસથી જ શ્રદ્ધાપૂર્વક જવારાની સ્થાપના કરવામાં આવી હતી. ખાસ કરીને, સંત પુરી મહુડી ભાગોળ, જલારામ મંદિર, નવીનગરી અને આંબાવાડી નજીક આવેલ ભાથુજી મહારાજના મંદિર ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી આ પરંપરા જળવાઈ રહી છે. આ તમામ સ્થળોએ નવ દિવસ સુધી માતાજીની ભક્તિ અને જવારાનું જતન કરવામાં આવ્યું હતું.
ડી.જે.ના સથવારે નીકળી ભવ્ય શોભાયાત્રા
નવરાત્રિના આઠમના પવિત્ર દિવસે આ જવારાના વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાથુજી મંદિર સહિતના તમામ સ્થળોએથી જવારાને વાજતે-ગાજતે બહાર કાઢવામાં આવ્યા હતા. ડી.જે.ના જોશીલા તાલે આ જવારાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ડભોઇના મુખ્ય બજારો અને માર્ગો પર ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.લોકોએ માથે જવારા લઈને, ગરબે ઘૂમીને અને માતાજીના જયકારા બોલાવીને ભક્તિ અને શ્રદ્ધાનું વાતાવરણ સર્જ્યું હતું. આ શોભાયાત્રામાં ગામના તમામ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા,
તળાવ અને નદીમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જન
શોભાયાત્રા ડભોઇના વિવિધ વિસ્તારોમાં ફરીને અંતે વિસર્જન સ્થળ પર પહોંચી હતી. પરંપરા અને શ્રદ્ધા અનુસાર, આ જવારાનું ડભોઇના વિવિધ તળાવો અને નદીમાં ભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

