ડભોઇ અને તાલુકા ના વસઈ વચ્ચે છેલ્લા આઠ મહિનાથી ચાલી રહેલા બે નાળાના કામથી વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ કામગીરી પૂરી ન થવાને કારણે ડભોઇ-વાઘોડિયા રોડ પરથી પસાર થતા હજારો લોકોને રોજિંદા અવરજવરમાં મુશ્કેલી વેઠવી પડે છે.વાહનચાલકોની મુશ્કેલી
ખરાબ રસ્તો: નાળાના કામને કારણે રસ્તા પર લેવલિંગ બરાબર ન હોવાથી અને કાંકરા બહાર નીકળી ગયા હોવાથી વાહનોના પંચર પડવાની ઘટનાઓ વધી છે.ટ્રાફિક જામ: રસ્તો સાંકડો થઈ જવાથી અને કામને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થાય છે,

જેનાથી કિંમતી સમયનો વ્યય થાય છે.માટીના ઢગલા રોડની આસપાસ માટીના ઢગલાહોવાનેકારણેપણવાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડે છે.રોજિંદા જીવન પર અસરઆ માર્ગ પરથી વાઘોડિયામાં આવેલી પારુલ હોસ્પિટલ અને અન્ય દવાખાનાઓ પણ આવેલા છે, જ્યાં દર્દીઓને તાત્કાલિક પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે. આ ઉપરાંત, આસપાસ આવેલી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ અને રોજિંદા ધંધા-રોજગાર માટે અવરજવર કરતા લોકોને પણ ભારે હાલાકી વેઠવી પડે છે.
સ્થાનિક લોકો આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યા છે, જેથી તેમની રોજિંદી મુશ્કેલીઓનો અંત આવે. સ્થાનિક પ્રશાસને આ બાબતે તાત્કાલિક ધ્યાન આપીને કામ ઝડપથી પૂરું કરાવવું જોઈએ, જેથી લોકોની હાલાકી દૂર થાય.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

