ડભોઇ.કાશીમાં દેવ દિવાળીના શુભ અવસર પર ગાયના છાણમાંથી બનાવેલા દીવા પ્રગટાવ્યા આ વર્ષે, વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સંસદીય મતવિસ્તાર, કાશીમાં દેવ દિવાળીની એક અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી જોવા મળી.

નર નારાયણ દેવ ચેરીટેબલ ટ્રસ્ટ,રેવા વુમન્સ વેલફેર ફાઉન્ડેશન, રાષ્ટ્રીય ફેરી પટરી ઠેલા વ્યવસાય સંગઠન અને સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટનાં સંયુક્ત વિચારધારાથી વડોદરા જિલ્લાનાં દર્ભાવતિ (ડભોઈ) વિધાન સભાની મહિલાઓ દ્વારા બનાવાયેલ દિવા, ખાસ કરીને ગુજરાતની, વારાણસીની યાત્રા કરીને ગંગાના કિનારાઓને ગાયના છાણમાંથી બનાવેલા દીવાઓથી પ્રકાશિત કર્યા,હતાં સ્વચ્છતાઅનેઆત્મનિર્ભરતાનો સંદેશ ફેલાવ્યો.મહિલાઓએ કહ્યું કે આ અભિયાન “છાણથી ગૌરવ સુધી” ની ભાવનાને મૂર્તિમંત કરે છે.સંપૂર્ણપણેકુદરતીસામગ્રીમાંથી બનેલા આ દીવાઓ માત્ર પર્યાવરણને અનુકૂળ નથી પણ ગ્રામીણ મહિલાઓ માટે રોજગારની તકો પણ પૂરી પાડે છે.નર નારાયણ દેવ ચેરીટેબલ ટ્રસ્ટ નાં પ્રમુખ અક્ષિતા બા સોલંકીએ જણાવ્યું હતું કે દેવ દિવાળી નિમિત્તે, જ્યારે ગંગા કિનારે આ ગોબરના દીવાઓની જ્વાળાઓ ઝગમગતી હોય છે, ત્યારે કાશીની પવિત્રતા અને ‘સ્વચ્છ ભારત’નો સંદેશ એકસાથે ગુંજતો રહે છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારી મહિલાઓનો ઉદ્દેશ્ય દેશભરમાં એ પ્રેરણા ફેલાવવાનો છે કે પરંપરા અને પર્યાવરણ સંરક્ષણને જોડીને આત્મનિર્ભર ભારત તરફ નક્કર પગલાં લઈ શકાય.

ગુજરાતની આ મહિલાઓની ભાગીદારીએ કાશીની દેવ દિવાળીને માત્ર ખાસ બનાવી જ નહીં, પણ એ પણ સાબિત કર્યું કે જ્યારે દેશની મહિલા શક્તિ આગળ વધે છે, ત્યારે સંસ્કૃતિ અને સ્વચ્છતા બંનેના દીવા એક સાથે પ્રગટાવવામાં આવે છે.નર નારાયણ દેવ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ જાડેજા, અક્ષિતા બા સોલંકી,રેવા વુમન્સ વેલફેર ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી મંજુબેન પટેલ, સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટનાં ટ્રસ્ટી ડો.આશવ પટેલ તરફથી રાષ્ટ્રીય ફેરી પટરી ઠેલા વ્યવસાય સંગઠનના જનરલ સેક્રેટરી અભિષેક નિગમ, ગોવર્ધન પૂજા સમિતિ વારાણસીના પ્રમુખ વિનોદ યાદવ, ઉપપ્રમુખ પારસ નાથ યાદવ, મંત્રી વિજય યાદવ, સીસીટીવી કારોબારીના રાષ્ટ્રીય સભ્યો, ડૉ. આશિષ પટેલ, ડૉ. નૂર મોહમ્મદ, રાજુ કેશરી, પ્રેમચંદ પાંડે, નીરજ પટેલ, રાજેશ ચૌબે, વિકાસ યાદવ સહિતના મહાનુભાવોનો આભાર વ્યક્ત આભાર વ્યક્ત કરવામાં આવ્યા હતા
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

