ડભોઇ: સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર ડભોઇ તાલુકાના અકોટી પાસે આવેલા જોખમી વળાંક પર આજે વહેલી સવારે બે અલગ-અલગ અકસ્માતો સર્જાયા હતા. સાઇન બોર્ડના અભાવે બે કાર ચાલકોએ વાહન પરનો કાબૂ ગુમાવતા ગાડીઓ ડિવાઇડર સાથે અથડાઈ હતી. સદનસીબે, આ બંને ઘટનામાં કુલ 4 લોકોનો આબાદ બચાવ થયો છે મુખ્ય સમસ્યા: સાઇન બોર્ડનો અભાવ સ્થાનિકો અને વાહન ચાલકોના જણાવ્યા મુજબ, અકોટી પાસેનો આ વળાંક ઘણો મોટો અને લાંબો છે. પરંતુ માર્ગ પર કોઈ પણ પ્રકારના સાઇન બોર્ડ કે રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા નથી.

દ્રશ્યતાનો અભાવ: વહેલી સવારે કે રાત્રિના સમયે વળાંક કેટલો ઊંડો છે તેનો અંદાજ આવતો નથી.જોખમી વળાંક: સાઇન બોર્ડ ન હોવાને કારણે ચાલકોને ખ્યાલ નથી આવતો કે આગળ રસ્તો વળે છે, જેને કારણે વાહન સીધું ડિવાઇડર સાથે અથડાય છે.
વાહન ચાલકોમાં રોષઆ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો મુખ્ય સ્ટેટ હાઇવે હોવાથી અહીં પ્રવાસીઓની ભારે અવરજવર રહે છે. વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે કે:
સ્ટેટ હાઇવેના અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.વારંવાર અકસ્માતો થવા છતાં તંત્ર દ્વારા અહીં સાવચેતીના બોર્ડ કે સ્પીડ બ્રેકર જેવી કોઈ સુવિધા કરવામાં આવી નથી.
તાત્કાલિક માંગઅકસ્માત બાદ હવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માંગ ઉઠી છે કે તંત્ર વહેલી તકે:વળાંકની શરૂઆતમાં જ મોટા સાઇન બોર્ડ લગાવે.રાત્રિના સમયે રસ્તો દેખાય તે માટે રેડિયમ રિફ્લેક્ટર્સ અને લાઈટોની વ્યવસ્થા કરે.જોખમી વળાંક આવતા પહેલા ચાલકોને ચેતવણી આપતા બોર્ડ મૂકવામાં આવે.શું તંત્ર જાગશે? હવે જોવાનું એ રહ્યું કે આટલા અકસ્માતો બાદ પણ તંત્ર જાગશે કે પછી કોઈ ગંભીર જાનહાનિ થાય તેની રાહ જોશે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

