VADODARA : ડભોઇ ખાતર માટે ખેડૂતોની કફોડી હાલત

0
35
meetarticle

ખેડૂતોની કમર તૂટી પહેલા કમો સમી ની વરસાદ ખેડૂતોને રડતા કર્યા હવે ખાતર ખેડૂતોને લાઈનોમાં ઊભા રહીને પણ મળતું નથી ડભોઇ ખાતર માટે ખેડૂતોની કફોડી હાલત; બે ડેપો હોવા છતાં કલાકો સુધી લાંબી લાઇનોમાં ઉભા રહેવા ખેડૂતો મજબૂર ડભોઇ તાલુકાના ૧૧૮ ગામોના ખેડૂતો ખાતર માટે રઝળપાટ કરી રહ્યા છે

સર્વરની સમસ્યા અને અપૂરતા જથ્થાને કારણે રોષ ફાટી નીકળ્યો.
​ડભોઇ તાલુકામાં ખેતીની સીઝન જામી છે ત્યારે ખેડૂતોને પાયાની જરૂરિયાત ગણાતા ખાતર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડભોઇમાં બે-બે ડેપો હોવા છતાં પણ ખાતરના વિતરણમાં ગેરવહીવટ અને અછતને કારણે ખેડૂતો સવારથી સાંજ સુધી લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. તેમ છતાં અનેક ખેડૂતોને ખાલી હાથે પરત ફરવાનો વારો આવ્યો છે.મુખ્ય સમસ્યાઓ અને ખેડૂતોની વ્યથા:બાયોમેટ્રિક સિસ્ટમનો ત્રાસ: ખાતર મેળવવા માટે ખેડૂતો પાસે આધારકાર્ડ માંગવામાં આવે છે. પરંતુ અંગૂઠાના નિશાન (Biometric) મેચ ન થવાને કારણે ઘણા વૃદ્ધ અને મહેનતુ ખેડૂતોને ખાતર આપવાનો ઇનકાર કરી દેવામાં આવે છે. ટેકનિકલ ખામીનો ભોગ ખેડૂતો બની રહ્યા છે.
​ટોકન પ્રથાનો અભાવ: ડેપો પર ખાતર લેવા આવતા ખેડૂતોને ટોકન આપવામાં આવતા નથી. જેના કારણે કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ જ્યારે બારી પર પહોંચે ત્યારે જથ્થો પૂરો થઈ ગયો છે તેમ કહીને તેમને હાંકી કાઢવામાં આવે છે.અધિકારીઓનો બચાવ: જ્યારે ખેડૂતો જવાબ માંગે છે ત્યારે અધિકારીઓ ખાતરનો જથ્થો ઉપરથી જ ઓછો આવ્યો છે” તેમ કહી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે.
​કુદરતી માર અને આર્થિક નુકસાન: અગાઉ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. હવે જે નવો પાક વાવ્યો છે તેના માટે ખાતર અનિવાર્ય છે, પરંતુ એક-બે થેલી ખાતર માટે પણ ખેડૂતોએ પલખા મારવા પડી રહ્યા છે.ખેડૂતોમાં ફેલાયેલો ભારે રોષ ડભોઇ તાલુકાના ૧૧૮ ગામોમાંથી ખેતીકામ પડતું મૂકીને આવતા ખેડૂતોનો આક્ષેપ છે કે, “અમારે રોજ ધર્મધક્કા ખાવા પડે છે. ઘરના કામ અને ખેતી છોડીને અહીં આવીએ છીએ, પણ તંત્રની અણઆવડતના કારણે અમારો સમય અને મજૂરી બંને વેડફાય છે ખેડૂતોની માંગ છે કે ખાતરનો પુરવઠો તાત્કાલિક વધારવામાં આવે અને વિતરણ વ્યવસ્થા પારદર્શક બનાવી ટોકન પ્રથા શરૂ કરવામાં આવે જેથી ખેડૂતોને બિનજરૂરી લાઇનોમાં ઉભા ન રહેવું પડે.તંત્ર માટે પ્રશ્ન: શું ખેડૂતોને ખેતી કરવા દેવાશે કે પછી આખું વર્ષ ખાતરની લાઇનોમાં જ વિતાવવું પડશે

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here