ડભોઇ ખાતે રેલવે ઓવર બ્રિજ ડભોઇના પ્રવેશ દ્વારા શરૂ કરવામાં આવ્યો પરંતુ બ્રિજ ઉપરથી ડભોઇ પ્રવેશ દ્વારા મસ્ત મોટા મોટા ખાડા બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટો નાખવામાં નથી આવી તેમજ એક તરફ ઉતરવાના બ્રિજે વાહન ચાલકો બંને સાઈડ પરથી વાહન ચાલકો જતા આવતા અકસ્માત નો ભય હોવાનું પણ કહેવાય છે.

ડભોઇ ખાતે સરિતા ફાટક પાસે બની રહેલો ઓવરબ્રિજ લગભગ પંચવર્ષીય યોજના મુજબ તૈયાર થયો પરંતુ કેટલીક મૂળભૂત કામગીરીઓ બાકી રહેતા આ બ્રિજ શરૂ થયો પણ બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી નથી તેમ છતાં પણ બ્રિજ ચાલુ કરી દેવામાં આવ્યો છે બ્રિજ ચાલુ કર્યા બાદ સર્વિસ રોડ પણ કરવામાં આવ્યો નથી એ પણ ચોમાસામાં ઉબડખાબડ રસ્તા થી સોસાયટી વિસ્તાર પરેશાન છે સાફ-સફાઈ કરવામાં આવી નથી પરંતુ બ્રિજ ચાલુ કરી દેવામાં આવ્યો છે આ તંત્રને પ્રજાની કોઈ પડી જ નથી જો કોઈ મોટો નેતા આવવાનો હોય તો ચાલુ વરસાદમાં પણ રોડ રસ્તાની કામગીરી કરતા આ તંત્રને પ્રજાની કોઈ ફિકર નથી નેતાઓ માટે કાળજી રખાય પરંતુ પ્રજા ને ભગવાન ભરોસે છોડી દેવામાં આવે છે તેમને ખબર નથી કે તમારો પગાર સેલેરી પ્રજાના પૈસે જ થાય છે માત્ર નેતાના પૈસે નથી થતો તેમ છતાં પ્રજા માટે લાગણી હીન બનેલું તંત્ર ને પ્રજાની કોઈ પરવા નથી લોકો જણાવી રહ્યા છે.

નવો ચાલુ કરેલો બ્રિજ એક તરફ સિનોર ચોકડી તરફનો છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જાય છે એને અડીને એક ફાટો ડભોઇ નગર તરફ જાય છે એ માત્ર વાહનો ઉતારવાનો જ છે આ બ્રિજ પર દિવાળી બાદ ચાલુ કરવામાં આવ્યો તેની આગળ પાછળ મોટી સંખ્યામાં સોસાયટી વિસ્તાર છે તેની અવરજવર માટે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી કે બ્રિજ ઉપર અકસ્માત ના સર્જાય તે હેતુથી સ્ટ્રીટ લાઈટ બેસાડવામાં આવે છે તે પણ બેસાડવામાં આવી નથી જેને કારણે અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે તેમ છતાં તંત્ર દ્વારા આ અંગે કોઈ પગલાં લેવામાં આવતા નથી સર્વિસ રોડ બનાવવામાં આવતો નથી જેને કારણે સોસાયટી વિસ્તાર આ બ્રિજ બનતા ચાર પાંચ વર્ષ થયા તે સહન કર્યું હવે બ્રિજ બની ગયો ત્યારબાદ સર્વિસ રોડ માટે તંત્ર પાસે આ રોડ બને તે માટે ભીખ માંગવામાં આવી રહી છે છતાં પણ તંત્રનું પેટનું પાણી હાલતુ નથી બધું જ ભગવાન ભરોસે ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે

