VADODARA : ડભોઇ: ગાય સાથે કાર અથડાતા અકસ્માત, ગાયનું મોત; બે મુસાફરોને ઇજા,નગરપાલિકાની બેદરકારી પર સવાલ

0
61
meetarticle

​ડભોઇના નાનોદી ભાગોળ આંબેડકર છાત્રાલય નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી આવી રહેલી એક કાર રસ્તા પર અચાનક આવી ગયેલી ગાય સાથે જોરદાર ટકરાઈ હતી. આ ગમખ્વાર ટક્કરના કારણે ગાયનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું, જ્યારે કાર પણ પલટી ખાઈ ગઈ હતી.

કારમાં સવાર બે લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થયું હતું.ડભોઇ-સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર ગાયોનો જમાવડો, નગરપાલિકાની બેદરકારીઆ અકસ્માતનું મુખ્ય કારણ ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર રખડતા ઢોરોનો જમાવડો હોવાનું બહાર આવ્યું છે.સ્થાનિક લોકો અને વાહનચાલકોએ ડભોઇ નગરપાલિકાની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. રસ્તા પર બેફામ રખડતી ગાયોના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે, જેનાથી સામાન્ય નાગરિકો અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.અવરજવર કરતા વાહનચાલકોએ તંત્રને અપીલ કરી છે કે આ જીવલેણ સમસ્યાને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે રસ્તા પરથી ઢોરોને હટાવવાની કામગીરી કરે જેથી ભવિષ્યમાં આવા ગમખ્વાર અકસ્માતોને ટાળી શકાય.
​આ અકસ્માત નગરપાલિકા માટે એક ચેતવણીરૂપ છે કે જો રખડતા ઢોરોની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે નહીં આવે તો વધુ મોટા અકસ્માતો થવાની સંભાવના છે.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here