VADODARA : ડભોઇ તાલુકાના કુંઢેલા ગામ પાસે ઇકો કાર અને એકટીવા વચ્ચે અકસ્માતમાં એકનું મોત

0
32
meetarticle

ડભોઈ પોલીસ માંથી જાણવા મળતી વિગતો અનુસાર વડોદરા ત રફથી આવતી ઈકો કાર કુંઢેલા ગામ ચોકડી પાસે ઇકોકાર અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાતા એકટીવા ચાલકનું ઘટના સ્થળે મોત મરનાર વ્યક્તિનું નામ સલીમભાઈ કરીમભાઇ મનસુરી ઉંમર વર્ષ 57 છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પીપળસડ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

ડભોઇ થી વડોદરા હાઇવે રોડ પર રોજ નાના મોટા અકસ્માતો ની વંજાર થઈ રહી છે… અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે છેલ્લા ઘણા સમયથી લોહી તરસ્યા બનેલા રોડ ઉપર અવર નવર વાહન અકસ્માતો બનવાના બનાવો વધી રહ્યા છે

અને ઘણા લોકો અકસ્માત નો ભોગ બની રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારતા વાહન ચાલકો ઉપર નિયંત્રણ લાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે…

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here