ફરી એક વખત ડભોઇ તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા સરકારે ડાંગરના ટેકાના ભાવથી ખરીદી શરૂ ન કરતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા તાત્કાલિક અસરથી ડભોઇ તાલુકામાં ડાંગરની ખરીદી શરૂ કરવા ખેડૂતોની માગવડોદરા જિલ્લામાં નથી શરૂ કરવામાં આવી ડાંગરની ખરીદી સરકારે ડાંગર 7136 રૂપિયાનો ટેકાના ભાવ કર્યો છે નક્કી ડભોઇ તાલુકામાં 21000 હેક્ટરમાં ડાંગરના પાકનું થયું છે

વાવેતર ડભોઇ તાલુકાના ખેડૂતો કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયાવડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં કમોસમી વરસાદ પછી ફરી એક વખત ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર દ્વારા ડાંગરનો ટેકાનો ભાવ 7,136 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે છતાં ડભોઇમાં ખરીદી હજુ સુધી શરૂ નથી. તૈયાર પાક ખેતરમાં પડ્યો છે

અને વેપારીઓ ફક્ત 5,000 રૂપિયાનો જ ભાવ આપી રહ્યા છે. ખેડૂતોમાં ભારે રોષ છે અને સરકારને તાત્કાલિક ખરીદી શરૂ કરવાની માંગ ઉઠી રહી છે.ડભોઇ તાલુકા… જે વડોદરા જિલ્લામાં સૌથી વધુ ડાંગર પકવતો તાલુકો છે. આ વર્ષે અહીં 21,000 હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું છે. પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. અનેક જગ્યાએ ડાંગર પાક સુઈ ગયો છે અને હવે સરકારની ખરીદી શરૂ ન થતાં ખેડૂતોની મૂંઝવણ વધુ વધી રહી છે. સરકારે ડાંગરનો ટેકાનો ભાવ 7,136 રૂપિયા નક્કી કર્યો છે, પરંતુ ડભોઇમાં ખરીદી કેન્દ્રો બંધ પડ્યા છે. ખેડૂતોએ પાકનું કટીંગ કરીને તૈયાર કરેલો માલ ખેતરોમાં જ ઢગલાબંધ મુકવો પડ્યો છે. તેવામાં વેપારીઓ હવે ફક્ત 5,000 રૂપિયા જ આપવા તૈયાર છે… જે ખેડૂતને સીધો આર્થિક ફટકો છે. ખેડૂતોના આક્રોશ વચ્ચે ડભોઇ તાલુકાના કચેરીઓમાં ખેડૂતોની અવરજવર વધી ગઈ છે.

ખરીદી ક્યારે ચાલું થશે, તેની માહિતી શોધતા ખેડૂતો કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયા છે.હવામાન વિભાગે ડિસેમ્બર સુધી વરસાદની શક્યતા દર્શાવી છે. એટલે ખેતરમાં પડેલો પાક બગડવાની ભીતિ વધુ વધી રહી છે. તેવામાં તાજેતરમાં જ વાઘોડિયા ના ધારાસભ્ય ધર્મેન્દ્ર વાઘેલાએ રાજ્ય સરકારે પત્ર આપીને ડાંગરની ખરીદી તાત્કાલિક શરૂ કરવાની રજૂઆત કરી છે.ડભોઇ તાલુકામાં તૈયાર થયેલો ડાંગરનો પાક ખેતરમાં પડ્યો છે અને ખેડૂતો સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. જો આગામી દિવસોમાં ખરીદી શરૂ ન થાય, તો રવિ પાકની સિઝન પર પણ તેનું ગંભીર અસર થઈ શકે છે. ખેડૂતોની આશા હવે માત્ર સરકારની ખરીદી પર ટકી છે. ડભોઇ જેવા સૌથી વધુ ઉત્પાદન ધરાવતા તાલુકામાં ખરીદી શરૂ ન થવી ખેડૂતોની મુશ્કેલીને વધુ ગંભીર બનાવી રહી છે ડભોના ધારાસભ્ય શૈલેશ મહેતા ખેડૂતોની વારે આવે એવી ખેડૂતોની માંગ ઉઠી છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

