પાંચ દિવસ અગાઉ ભંગારની લારી સાથે અકસ્માત થયો હતોડભોઇ તાલુકાના તરસાણા પાસેના અકસ્માતમાં મોપેડ ચાલકનું પણ મોત ડભોઈ તાલુકાના તરસાણા ચોકડી નજીક ચાર દિવસ અગાઉ લોખંડનો ભંગાર ભરેલી લારી અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં લારી સાથે જઈ રહેલા વૃદ્ધનું ગંભીર ઈજાને કારણે મોત થયું હતું.

ઘટનામા ઘાયલ મોપેડ સવારનું સોમવારે રાત્રે સયાજી હોસ્પિટલમા મોત થતા ઘટનામાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

શુક્રવારે સાંજે સાડા સાત વાગ્યાના સુમારે ડભોઈ મહુડી ભાગોડ વિસ્તારમા રહેતા અને ભંગારની લારી ચલાવતા ઇસ્માઈલભાઈ ઇબ્રાહીમભાઇ મનસુરી (65)તરસાણા ચોકડી નજીકથી પસાર થતા હતા ત્યારે ધસી આવેલા બાઈક સવારે લારીને ટક્કર મારતા તેઓ લારી સાથે રોડ ઉપર ફાંગોડાયા હતા. મોપેડ સવારને પણ ઈજા થઈ હતી. બંનેને સારવાર માટે ખસેડવામાં આવતા ઈસ્માઈલભાઈનુ ટૂંકી સારવારને અંતે મોત થયું હતું જયારે વસાહત મા રહેતા મોપેડ સવાર વૈભવ રજનીકાંત પ્રજાપતિ (27)નુ સારવાર દરમિયાન સોમવારે મોડી રાત્રે સયાજી હોસ્પિટમા મોત થતા ડભોઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

