ડભોઇ તાલુકાના થરવાસા થી મોટા હબીપુરા વચ્ચે ની કેનાલ નજીક પીવાના પાણીના વાલ્વમાં લીકેજ ડભોઇ તાલુકામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા નળ સે જલ યોજના અનુસાર પીવાના પાણીની લાઈનો નાખવામાં આવી પરંતુ કે કેટલાય ઠેકાણે પીવાના પાણીના વાલ્વ વારંવાર લીકેજ થતાં હજારો ગેલન પાણીનો બગાડ થાય છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાણી પહોંચતું નથી. ડભોઇ થી કરજણ જવાના માર્ગ ઉપર પાણીના વાલ્વમાં લીકેજ હોવાથી હજારો ગેલન, પાણીનો બગાડ થઈ રહ્યો છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા લીકેજ થતા વાલ્વને રીપેર કરવામાં લાંબો સમય કાઢીનાખતા પાણીનો ખૂબ જ બગાડ થતો હોય છે. ડભોઇ તાલુકાના થરવાસા થી મોટા હબીપુરા વચ્ચે રોજનું હજારો કેલન પાણી વેરફાઈ રહ્યું છે પાણીની લાઈનમાંથી લીકેજ રહેતા પાણીનો બગાડ થઈ પ્રવાહ વહી રહ્યો છે. આ કામને લઈને પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે. ડભોઇ તાલુકાનાં અનેક ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઈનો મારફતે મોકલતા હોય છે. પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન અપાતા પાણીની લાઈન ઉપર રહેલા કેટલાક વાલ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણી દુર્વ્યય થય રહ્યો હોય છે.

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

