VADODARA : ડભોઇ તાલુકાના થરવાસા પાસે પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લિટર પીવાનું પાણી વેડફાયું ​તંત્રની ઘોર બેદરકારી

0
52
meetarticle

એક તરફ પ્રજા પાણી માટે વલખાં મારે છે, બીજી તરફ ખેતરોમાં પૂર જેવી સ્થિતિ ડભોઇ તાલુકાના થરવાસા ગામ પાસેથી પસાર થતી પાણી પુરવઠા વિભાગની મુખ્ય પાઇપલાઇનના વાલ્વમાં મોટા પાયે લીકેજ થવાને કારણે હજારો લિટર શુદ્ધ પીવાનું પાણી ગટરો અને ખેતરોમાં વહી રહ્યું છે. વહીવટી તંત્રની આળસને કારણે કિંમતી જળનો બગાડ થતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે


​સમસ્યા: પાણી પુરવઠા વિભાગની લાઇનના વાલ્વમાં ગંભીર લીકેજ.અસર: પાણીના વેડફાટને કારણે નજીકના ખેતરોમાં બિનજરૂરી પાણી ભરાયા છે, જેનાથી પાકને નુકસાન થવાની ભીતિ છેલોકોની હાલાકી અને તંત્ર સામે સવાલ એક બાજુ ઉનાળા જેવી સ્થિતિમાં અનેક ગામોમાં પીવાના પાણીની અછત વર્તાઈ રહી છે અને લોકો ટીપે-ટીપે પાણી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકારી તંત્રની બેદરકારીને કારણે રોજનું હજારો લિટર પાણી વેસ્ટ નાળાઓમાં વહી રહ્યું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છેજો આ વાલ્વનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે, તો વેડફાતું હજારો લિટર પાણી બચાવી શકાય અને જરૂરિયાતમંદ વિસ્તારો સુધી પહોંચાડી શકાય સ્થાનિક નાગરિક ઉચ્ચ કક્ષાએ રજૂઆતની માંગ થરવાસા ગામના લોકો અને ખેડૂતોની માંગ છે કે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વહેલી તકે જાગે અને આ લીકેજનું કાયમી નિરાકરણ લાવે. જો આગામી દિવસોમાં રિપેરિંગ કામ હાથ ધરવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલનની પણ શક્યતા સેવાઈ રહી છે.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here