VADODARA : ડભોઇ તાલુકાના ધરમપુરી ગામમાં લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી 13 વર્ષથી ધૂળ ખાય છે

0
29
meetarticle

ડભોઇ તાલુકાના ધરમપુરી ગામમાં લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી 13 વર્ષથી ધૂળ ખાય છે ડભોઇ તાલુકાના ધરમપુરી ગામે ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાના ઉમદા હેતુથી આશરે 13 વર્ષ પહેલાં એક વિશાળ પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, કમનસીબી એ છે કે લાખો રૂપિયાના સરકારી ખર્ચે બનેલી આ ટાંકી આજે 13 વર્ષ વીતી ગયા છતાંય ગ્રામજનોના ઉપયોગ માટે ખુલ્લી મુકાઈ નથી. પરિણામે, ટાંકી હાલમાં ‘ખંડેર’ અવસ્થામાં છે અને સરકારી તિજોરીના કરોડો રૂપિયા પાણીમાં વેરફાઈ રહ્યા હોવાનો ઘાટ સર્જાયો છે

કરોડોનો પ્રોજેક્ટ, શૂન્ય ઉપયોગ
​ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યા દૂર થાય તે માટે આ ટાંકી બનાવવામાં આવી હતી. જોકે, 13 વર્ષના લાંબા ગાળા દરમિયાન આ ટાંકીનો એકપણ વખત ઉપયોગ થયો નથી. આજે ટાંકીની સ્થિતિ દયનીય છે.
​ખંડેર હાલત: લાંબા સમયથી નિરુપયોગી રહેવાના કારણે આખી ટાંકી જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે. તેના લોખંડના દરવાજા પણ લગાવવામાં આવ્યા નથી, જેના કારણે ટાંકી સુરક્ષિત નથી ટાંકીના નિર્માણની વિગતો દર્શાવતું કોઈ માહિતી બોર્ડ પણ લગાવવામાં આવ્યું નથી, જેથી ગ્રામજનો કે મુલાકાતીઓને આ પ્રોજેક્ટ વિશે કોઈ જાણકારી મળતી નથી.ગુણવત્તા ચકાસણીનો અભાવ: 13 વર્ષમાં ક્યારેય ટાંકીમાંથી પાણીનો સંગ્રહ કે વિતરણ થયું ન હોવાથી, તેમાં પાણીનો સંગ્રહ કરવા માટે તે સક્ષમ છે કે કેમ, તેની કોઈ ગુણવત્તા કે ટેસ્ટિંગ પણ કરાયું નથી એક તરફ સરકાર સ્વચ્છ જળ પૂરું પાડવા માટે મોટી યોજનાઓ ચલાવી રહી છે, ત્યારે ધરમપુરીમાં બનેલી આ નિષ્ફળ યોજના તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે. ધરમપુરી ગામના નળોમાં હાલમાં ગ્રામજનોને ડાયરેક્ટ પાઇપલાઇન દ્વારા પાણી મળી રહ્યું છે, પરંતુ મોટી વસ્તી ધરાવતા ગામ માટે લાંબા ગાળે અને સ્વચ્છતાની દ્રષ્ટિએ ટાંકી દ્વારા પાણીનું વિતરણ વધુ હિતાવહ હોય છે.


​ગામના નાગરિકોમાં રોષ છે કે જ્યારે પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાતની સૌથી મોટી સમસ્યા હોય, ત્યારે લાખો-કરોડોના ખર્ચે બનેલી આવી મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધાનો ઉપયોગ ન થાય તે તંત્રની ઘોર નિષ્ફળતા છે. તાત્કાલિક ધોરણે આ ટાંકીનું સમારકામ, ટેસ્ટિંગ કરીને ગ્રામજનો માટે તેનો ઉપયોગ શરૂ થાય તે જરૂરી છે.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here